• નીરમાં ભેળસેળની ફરિયાદના પગલે દરોડા પાડ્યા
  • લેબના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે

વરાછા વિસ્તારમાં આવેલા વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેળ થતી હોવાની માહિતી મળી હતી. જેના કારણે દરોડા પાડી સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે પનીરના નમૂના લીધા

સુરતના વરાછા વિસ્તારમાં વાલમ દુગ્ધાલય આવેલું છે અહીં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ મળી હતી જેના કારણે આરોગ્ય વિભાગની એક ટીમે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે દુકાનમાંથી પનીરના નમૂના લીધા છે અને તેને લેબમાં મોકલવામાં આવ્યા છે. લેબના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. જોકે, વાલમ દુગ્ધાલય વરાછા વિસ્તારમાં મોટું નામ ધરાવે છે અને ત્યાં દરોડા પડતા ચકચાર મચી જવા પામી છે.

વરાછામાં વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગના દરોડા, પનીરના નમૂના લેવાયા was originally published on News4gujarati