• અંગત પળોનો વીડિયો વાઈરલ કરીને ધમકી આપી હતી
  • મૂળ ઓડિશાના યુવક પરિણીતાને બ્લેકમેઈલ કરતો હતો

કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરિણીતાએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા યુવકે મોબાઈલમાં ઉતારેલી અંગત પળોની વીડિયો ક્લિપ વાઈરલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બ્લેકમેલ કરી અંગત પળો માણી

કાપોદ્રા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મુરઘા કેન્દ્ર શ્રીજી નગરમાં રહેતા ખગેન્દ્ર ઉર્ફે ભારત બન્ના નાયક અગાઉ પરિણીતાના ઘરે જમતો હતો. પોતાના ભાઈથી પરિચયમાં આવેલી પરિણીતાના ફોટો ખગેન્દ્ર પોતાની પાસે હોવાનું કહીને બ્લેકમેલ કરતો અને અંગત પળો માણવાની માંગ કરતો હતો. જેથી પરિણીતાએ મજબૂરીમાં ખગેન્દ્ર સાથે મુખમૈથુન કર્યું હતું. આ વીડિયો પણ ખગેન્દ્રએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો. બાદમાં પરિણીતાને વીડિયોના આધારે અવારનવાર શરીર સંબંધ માટે બ્લેકમેલ કરતો. આથી પરિણીતાએ સત્યનારાયણ સોસાયટીમાંથી પોતાનું મકાન બદલી નાખ્યું હતું. બાદમાં ખગેન્દ્રએ પરિણીતાના સંબંધીઓમાં વીડિયો વાઈરલ કરતાં પરિણીતાએ પતિ સાથે મળીને કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખગેન્દ્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શરીર સંબંધ બાંધવાની ના પાડતા યુવકે પરિણીતાનો વીડિયો વાઈરલ કર્યો was originally published on News4gujarati