- 13 MMની 3D ટેકનિકથી પ્રતિમા બનાવી છે
- પ્રતિમા માત્ર 30 મિનિટમાં બનાવવામાં આવી
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા સુરતમાં બનાવવામાં આવી છે. 3ડી ટેકનિકથી બનાવવામાં આવેલી આ 13 એમએમની પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ગિનિસ બૂક ઓફ રેકોર્ડમાં મોકલવાની તૈયાર કરવામાં આવી રહી છે.
રેસિન મટીરીયલ્યથી પ્રતિમા બનાવી
સુરતની થ્રીડી એનિમેશન બનાવતી કંપનીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપ્ના કરવામાં આવી ત્યારે વિચાર આવ્યો હતો કે સુરતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બનાવવી છે. ત્યારબાદ 3ડી ટેકનિકથી કામ કરવાનું ચાલું કર્યું હતું. રેસિન મટીરીયલ્યથી 13 એમએમની વિશ્વની સૌથી નાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. જેનું વજન એક ગ્રામ જેટલું પણ નથી. આ નાની પ્રતિમા માત્ર 30 મિનિટમાં બનાવવામાં તૈયાર કરવામાં આવી છે.
કેવીરીતે તૈયાર થઈ પ્રતિમા
અલ્ટ્રાવાયોલેટ લેસરની મદદથી તેની ઉપર ઝીણવટ પૂર્વક ધ્યાન મૂકવામાં આવ્યું હતું. થ્રીડી ક્લચર માટે લેર બાય લેયર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. જેથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આબેહૂબ નકલ બની શકે. આ પ્રતિમા એટલી નાની છે કે સામાન્ય આંખોથી જોવામાં પણ મુશ્કેલી થાય છે. જોકે, 3ડી ઈફેક્ટ હોવાના કારણે આબેહૂબ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી લાગે છે.
સ્કીલ ડેવલપમેન્ટને લઈ પ્રયોગ કરવામાં આવ્યો
લોકોમાં વિડીયો એનીમેશન અને તેનાથી ઉત્પન્ન થનાર સ્કીલ ડેવલપમેન્ટને લઈ આ પ્રયોગ કરવામાં આવ્યો છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બાદ હવે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ પ્રતિમા જાય તેની તજવીજ હાથ ધરાઇ છે
સુરતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બની, વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું was originally published on News4gujarati