• રત્નકલાકારે 45 કેરેટ 34 સેન્ટના હીરાનો બદલો માર્યો
  • રત્નકલાકારે રિજેક્શનના હીરા આપી ઉચાપત કરી

કતારગામમાં આવેલી નંદુ ડોશીની વાડીમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકારે એક મહિના પહેલા રૂપિયા 2.70 લાખના હીરાનો બદલો મારી લીધો હતો. ત્યારબાદ રિજેક્શન હીરા આપી હીરાની ઉચાપત કરી હોવાની ફરિયાદ હીરા વેપારીએ પોલીસમાં નોંધાવી છે.

708 નંગ હીરા બદલો મારી લીધા

કતારગામ પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર, સિંગણપોર ચાર રસ્તા ખાતે રહેતા મનસુખ પરષોતમ લુવાણી નંદુ ડોશીની વાડી લાભે કોમ્પલેક્સમાં હીરાનું કારખાનું ધરાવે છે. મનસુખભાઈના કારખાનામાં હીરા ઘરવાનું કામ કરતાં દીપકુમાર કલા ડાંગર(રહે.ગાયત્રી સોસાયટી વરાછા)ને ગત 3 જાન્યુઆરીના રોજ રૂપિયા 2 લાખ 70 હજારની કિંમતના 45 કેરેટ 34 સેન્ટના 708 નંગ હીરા આપ્યા હતા. જે હીરા દીપકુમાર બદલો મારી તેના બદલામાં રિજેક્શનના હીરા આપી ઉચાપત કરી હતી. પોલીસે મનસુખભાઈની ફરિયાદના આધારે દિપકુમાર ડાંગર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કતારગામમાં રત્નકલાકારે રૂપિયા 2.70 લાખના 708 નંગ હીરાનો બદલો મારી ઠગાઈ કરી was originally published on News4gujarati