• આગ લાગ્યા બાદ તબેલામાં રહેલા ઢોરને બચાવી લેવાયા
  • ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો

પાલ વિસ્તારમાં આવેલા ગૌરવ પથ રોડ પરના તબેલાના ઘાંસમાં આગ લાગી ગઈ હતી. અગમ્યકારણોસર ખુલ્લા પ્લોટમાં નંખાયેલા તબેલાના ઘાંસમાં આગ ફાટી નીકળી હતી. જેથી તબેલામાં રખાયેલા પશુઓને તાત્કાલિક છોડી મુકીને બચાવી લેવામાં આવ્યાં હતાં. આગના પગલે દોડધામ મચતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ ઈજા જાનહાનિનો બનાવ બન્યો નહોતો.

પાલમાં ગૌરવ પથ રોડ પર તબેલાના ઘાંસના જથ્થામાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો was originally published on News4gujarati