12 હજાર યુવાનોની નૃત્યવંદના, પાંચ લાખ લોકો માટે અગિયાર પ્લોટમાં પાર્કિંગ 19 ટીમો માર્ગદર્શન આપશે, 20 હજારથી વધુ સંસ્કાર કેન્દ્રના સ્વાધ્યાયીઓ જોડાશે
સ્વાધ્યાય પરિવારના જયશ્રીદીદીના કોળી પટેલ સ્મૃતિ વંદના સમારોહમાં 12 હજાર યુવાનો દાદાજી અને દીદીની ગીત અને નૃત્ય દ્વારા ભાવવંદના કરશે. તેની સાથે કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે કૃતિશીલ સ્વયંસેવકોની સંખ્યા પણ ચાર હજારથી વધીને 6615 થઈ હતી. અગિયાર સ્થળે પાર્કિંગ બનાવાયા છે.કાર્યક્રમમાં પાંચ લાખથી વધુ લોકો જોડાવાના હોવાથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
યુવાન યુવતીઓ નૃત્ય દ્વારા ભાવવંદના કરશે
વેસુ ખાતે કોળી પટેલ સમૃતિ કાર્યક્રમમાં પાંચ લાખથી વધુ કોળી પટેલ ભાઈઓ-બહેનો ત્રિકાળ સંધ્યા મુખ પાઠ કરીને આવશે.આ કાર્યક્રમ ના ભાગ રૂપે સ્વાધ્યાય પરિવાર માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં 6615 કૃતિશીલો સામેલ છે. તેઓ 19 જેટલા જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યાં છે. વિશેષ વાત એ છે કે આ ભાઈઓ ભક્તિની બેઠક પર કાર્ય કરી રહ્યા છે.આ સાથે કાર્યક્રમનું આકર્ષણ એટલે કે 12 હજારથી વધુ યુવાન-યુવતીઓ દ્વારા દાદાજી અને દીદીજીની ગીત અને નૃત્ય દ્વારા ભાવવંદના થશે.
કોળી પટેલ કાયક્રમનું સંચાલન કરશે
વિવિધ 19 જેટલા વિભાગો જેવાકે ટ્રાફિક, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, સિક્યુરિટી, મેડિકલ, લાઈટ, સાઉન્ડ સિસ્ટમ જેવા જુદા જુદા વિભાગોમાં વહેંચણી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ કોળી પટેલ ભાઇ-બહેનો જ કરવાના છે.આ કાર્યક્રમ માં અંદાજે 35 એકર જેટલી જમીન બેઠક વ્યવસ્થા તથા જુદા જુદા 11 પ્લોટ માં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગામડાઓમાં અનેરો ઉત્સાહ
સુરત શહેરની આસપાસ અને જિલ્લામાં આવેલા કોળી પટેલના ગામોમાં આ કાર્યક્રમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસાણા સહિતના આસપાસના ગામોમાં દરેક કોળી પરિવારના ઘરે કોળી પટેલ સ્મૃતિના તોરણ લાગ્યા છે. સાથે જ ગામને પણ કોઈ ઉત્સવની જેમ શણગારી દેવામાં આવ્યાં છે. ગામમાં સાડીઓના તોરણો ઠેર ઠેર લગાવી દઈને ગામવાસીઓ પણ અનેરા ઉત્સવમાં ડૂબી ગયા હોય તેમ જણાવતાં રાધિકાબેન પટેલે કહ્યું હતું કે, દાદાજીના જન્મજયંતિનું 100મું વર્ષ છે તે સમયે કોળી પટેલ સમૃતિનો કાર્યક્રમ યાદગાર બની રહેશે
વેસુમાં સ્વાધ્યાય પરિવારના દીદીની ઉપસ્થિતિમાં કોળીપટેલ સ્મૃતિ વંદના કાર્યક્રમમાં 5 લાખ લોકો જોડાશે was originally published on News4gujarati