• નાગરિકતા કાયદાના વિરુદ્ધ દેખાવોના કારણે ગત મહિને મોદીને આસામની મુલાકાત ટાળવી પડી હતી 
  • ગત દિવસોમાં આસામ સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને બોડો સંગઠન વચ્ચે દિલ્હીમાં સમજૂતી થઈ હતી

ગુવાહાટીઃ વડાપ્રધાન મોદીએ બોડો સમજૂતી અને CAA વિરુદ્ધ દેખાવો બાદ શુક્રવારે પહેલી વખત આસામના પ્રવાસે પહોંચ્યા હતા. અહીંયા તેમણે રેલીને સંબોધતા કહ્યું કે, અહીંયાની માતાઓનો પ્રેમ મને ડંડા મારવા વાળાની વાત કરનારાથી સુરક્ષા કવચ આપશે. આટલા દાયકાઓથી અહીંયા ગોળીઓ ચાલતી રહી આજે ન્યૂ ઈન્ડિયાનો રસ્તો ખુલી ગયો છે. શાંતિ અને વિકાસના નવા અધ્યાયમાં તમારું સ્વાગત કરું છું.

મોદીએ કહ્યું કે, મેં જીવનમાં ઘણી રેલીઓ જોઈ છે, પરંતુ ક્યારેય આટલો વિશાળ જનસાગર જોવાનું સૌભાગ્ય નથી મળ્યું. હેલિકોપ્ટરથી જોઈ રહ્યો હતો જ્યાં સુધી નજર જતી હતી ત્યાં લોકો દેખાતા હતા.તમે લોકો આવડી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા આવ્યા, આનાથી મારો વિશ્વાસ વધી ગયો છે. ક્યારેક ક્યારેક લોકો મને ડંડો મારવાની વાત કરે છે. પરંતુ જે મોદીને આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોના પ્રેમનું કવચ મળ્યું હોય, એને ગમે તેટલા ડંડા મારી લો કોઈ અસર નહીં થાય. હું આપ સૌને દિલથી ભેટવા માટે આવ્યો છું.

શહીદોને યાદ કરવાનો દિવસ
‘ગઈ કાલે આખા દેશે જોયું કે કેવી રીતે ગામે ગામ તમે મોટરસાઈકલ રેલીઓ કાઢી, આખા વિસ્તારમાં દીવા પ્રગટાવી દીવાળી ઉજવી હતી. ચારેય તરફ તેના દ્રશ્ય સોશયલ મીડિયામાં જોવા મળતા હતા. આખો હિન્દુસ્તાન તમારી ચર્ચા કરી રહ્યો હતો. આજનો દિવસ એ હજારો શહીદોને યાદ કરવાનો છે, જેમણે દેશ માટે પોતાના કર્તવ્ય માટે જીવનનું બલિદાન આપ્યું છે. બોડોફા, ઉપેન્દ્રનાથ અને રૂપનાથ બ્રહ્મજીના યોગદાનને યાદ કરવાનો છે. આ સમજૂતીમાં સકારાત્મક ભૂમિકા નિભાવનારા બોડો સ્ટુડન્ટ યુનિયનના અભિનંદનનો દિવસ છે’

આ ધરતી પર હિંસાનો અંધકાર પાછો ન આવે
‘તમારા સહયોગથી સ્થાયી શાંતિનો રસ્તો નીકળી શક્યો છે. આજનો દિવસ આસામ સહિત આખા નોર્થઈસ્ટ માટે 21મી સદીમાં એક નવી શરૂઆત અને નવી સવારનું એક નવી પ્રેરણાનું સ્વાગત કરવાનો અવસર છે. આજનો દિવસ સંકલ્પ લેવાનો છે કે વિકાસ અને વિશ્વાસની મુખ્યધારાને મજબૂત કરવાનું છે. હવે હિંસાના અંધકારને આ ધરતી પર પાછું ફરવા નહીં દઈએ. હવે આ ધરતી પર કોઈની માતા-દીકરી કે પછી ભાઈ બહેનનું લોહી નહીં વહે. અહીંયા હિંસા નહીં થાય.’

ગાંધીએ અહિંસાનો રસ્તો બતાવ્યો
‘આજે એ માતાઓ મને આશીર્વાદ આપી રહી છે, જેનો દીકરો ક્યારેક બંદૂક લઈને ફરતો હતો. કલ્પના કરો કે આટલા દશકાઓ સુધી ગોળીઓ ચાલતી રહી. આજે એ જીવનથી મુક્તિનો રસ્તો ખૂલી ગયો છે. હું ન્યૂ ઈન્ડિયાના નવા સંકલ્પમાં શાંત આસામ અને પૂર્વોત્તરનું દિલથી સ્વાગત કરું છું. મહાત્મા ગાંધી દુનિયા માટે હિંસાનો રસ્તો છોડીને અહિંસાનો રસ્તો અપનાવવાની પ્રેરણા છે. ગાંધીજી કહેતા હતા કે અહિંસાના રસ્તા પર ચાલતા અમને જે પણ મળે છે તે દરેકને સ્વીકાર્ય હોય છે. આસામમાં ઘણા સાથીઓએ સાંતિ સાથે લોકતંત્રનો સ્વીકાર કર્યો છે’
‘આજે બોડો આંદોલન સાથે જોડાયેલી તમામ માંગ સમાપ્ત થઈ ચુકી છે. 1993માં જે સમજૂતી થઈ હતી, ત્યારબાદ શાંતિ થઈ શકી નથી. હવે કેન્દ્ર, આસામ સરકાર અને બોડો આંદોલન સાથે જોડાયેલા સંગઠનોએ જે અકોર્ડ પર સહી કરી છે તે અભૂતપૂર્વ છે. સાથીઓ મારી પર વિશ્વાસ કરજો, હું તમારો છું. તમારા દુઃખ દર્દ, તમારી આશા અરમાન, તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય, એટલા માટે મારાથી જે બની શકશે, તેને કરવામાં હું પાછળ નહીં હટું. આ શાંતિના રસ્તામાં તમને કાંટા ન વાગી જાય, તેની ચિંતા હું કરીશ. આસામ સહિત આખો હિન્દુસ્તાન તમારું દિલ જીતી લેશે, કારણ કે તમે રસ્તો પસંદ કર્યો છે. દરેક માટે ઊભા થઈને તાળીઓ વગાડો’

સમજૂતી બાદ 1500 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું
મોદીએ ગુરુવારે ટ્વીટમાં બોડો સમજૂતીનો ઉલ્લેખ કરતા લખ્યું કે, હવે આસામમાં શાંતિ અને વિકાસનો નવો રસ્તો ખૂલી ગયો છે. ગત દિવસોમાં આસામ સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પ્રતિબંધિત નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ વચ્ચે દિલ્હીમાં ત્રિપલ સમજૂતી થઈ હતી. જેના હેઠળ 1500 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું, જે લગભગ 50 વર્ષથી અલગ બોડોલેન્ડની માંગ કરી રહ્યા હતા.આ દરમિયાન સંઘર્ષમાં 4 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા હતા.

મારી પર ડંડાની અસર નહીં થાય
વડાપ્રધાને કહ્યું કે, આ ઈતિહાસની સૌથી ઐતિહાસિક રેલી હશે. ક્યારેક ક્યારેક ડંડો મારવાની વાત કરે છે પરંતુ મને કરોડો માતા બહેનોનું કવચ મળ્યું છે. આજનો શહીદોને યાદ કરવાનો છે, જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે. બોડો સમજૂતી પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો દિવસ સ્થાનિક લોકોની ઉજવણીનો છે, કારણ કે સમજૂતીથી સ્થાઈ શાંતિનો રસ્તો નીકળ્યો છે.

અહીંયા તેઓ બોડો બાહુલ્ય કોકઝારમાં સમજૂતીની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ જનસભાને સંબોધશે. પૂર્વોત્તર ખાસ કરીને આસામમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ મોટી પાયે દેખાવો થયા હતા. આ સાથે જ ગત મહિને વડાપ્રધાન મોદીનો આસામ પ્રવાસ રદ થયો હતો. CAAના વિરોધમાં દેખાવો બાદ પણ તેમનો આ પહેલો પ્રવાસ છે.

મોદીએ ગુરુવારે ટ્વીટમાં બોડો સમજૂતીનો ઉલ્લેખ કરતા લખ્યું કે, હવે આસામમાં શાંતિ અને વિકાસનો નવો રસ્તો ખૂલી ગયો છે. છેલ્લા દિવસોમાં આસામા સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પ્રતિબંધિત નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ(NDFB) વચ્ચે દિલ્હીમાં ત્રિપલ કરાર થયો હતો. જેના હેઠળ 150 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું, જે લગભગ 50 વર્ષથી અલગ બોડોલેન્ડની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સંઘર્ષમાં 4 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા હતા.

કોકરાઝારમાં વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધતા કહ્યું- મને લોકોના આશીર્વાદ, ડંડાની કોઈ અસર નહીં થાય was originally published on News4gujarati