- અરજદારે કહ્યું – દિલ્હીમાં ચૂંટણી દરમિયાન ટ્રાફિકની સમસ્યા રહેશે, એટલા માટે ઝડપથી શાહીનબાગ ખાલી કરાવવાનો આદેશ આપો
- જસ્ટિસ એસકે કૌલે કહ્યું કે, ચૂંટણીના કારણે જ અમે આ કેસની સુનાવણી સોમવારે કરીશું
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે શાહીનબાગમાંથી દેખાવકારોને હટાવવાની માંગ કરનારી અરજી પર સુનાવણી કરી છે. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે, અમે તકલીફ સમજીએ છીએ, પરંતુ અમારે એ આ સમસ્યાનો નિવેડો કેવી રીતે લાવવો તેના વિશે પણ વિચારવું પડશે. અરજદારે કહ્યું કે, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી છે, એવામાં ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં રાખતા શાહીનબાગ પર તાત્કાલિક આદેશ આપવામાં આવે. જો કે, જસ્ટિસ કોલે ઈશારામાં ચૂંટણીને જ તેમનો આદેશ રોકવાનું કારણ ગણાવતા કહ્યું કે, અમે આ કેસમાં આગામી સુનાવણી સોમવારે કરીશું, તેમણે અરજદારને રાહ જોવાની અપીલ કરી છે.
અરજદાર અમિત સાહની આ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં પણ અરજી કરીને શાહીનબાગથી દેખાવકારોને હટાવવાની માંગ કરી ચુક્યા છે. જો કે, કોર્ટે કોઈ પણ સત્તાવાર આદેશ વગર અધિકારીઓને આ કેસ જોવા માટે કહ્યું હતું. ત્યારબાદ સાહની તેમની અરજી લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
દેખાવકારોને હટાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું- અમે તકલીફ સમજીએ છીએ, પરંતુ રાહ જુઓ was originally published on News4gujarati