• પ્રચાર ખતમ, હવે નેતાઓ ઘરે ઘરે જઈને વોટર્સનો સંપર્ક કરી રહ્યા છે
  • પીએમ મોદીએ 2, રાહુલે 4 રેલી કરી, જ્યારે કેજરીવાલે 3 મોટા રોડ શો કર્યા

નવી દિલ્હી: દિલ્હીમાં ચૂંટણી પ્રચાર ગુરુવારે ખતમ થઈ ગયો છે. હવે નેતાઓ ઘરે-ઘરે જઈને મતદારો સાથે સંપર્ક કરી રહ્યા છે. 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 14 જાન્યુઆરીએ ચૂંટણી પંચે અહીં ચૂંટણી જાહેર કરી હતી. આ 23 દિવસોમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પ્રચાર દ્વારા તેમનો દમ દેખાડ્યો હતો.

ભાજપે પાર્ટીના 100 સ્ટાર નેતાઓને પ્રચારમાં લગાવ્યા હતા. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે ચૂંટણી જાહેરાતના 25 દિવસ પહેલાં જ દ્વારકામાં ભારત વંદના પાર્કનું ઉદ્ધાટન કરીને પ્રચાર અભિયાન શરૂ કરી દીધું હતું. ત્યારપછી તેઓ પ્રચારના છેલ્લા તબક્કા સુધી જનસંપર્ક અને રેલી કરતા રહ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ બે રેલી કરી હતી જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 મોટા રોડ શો કર્યો હતો. તે ઉપરાંત તેમણે રોન નાની મોટી સભાઓ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સ્વાસ્થયના કારણથી એક પણ રેલી નહતી કરી.

અલગ નીતિ: ભાજપની 4500 નુક્કડ સભા, સમગ્ર દેશના સાંસદો જોડાયા
ભાજપ સૂત્રોએ અતિંમ તબક્કામાં કહ્યું હતું કે, પાર્ટીના બંને ગૃહોના 370 સાંસદ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરશે. આ લોકો સંસદની કાર્યવાહી પછી રોજ રાતે સંસદની કાર્યવાહી પૂરી થયા પછી વિવિધ વિસ્તારોમાં જઈને ભાજપ માટે વોટ માંગશે. તે પાર્ટીની નુક્કડ સભાનો જ હિસ્સો હશે. ભાજપે 23 દિવસમાં 4500 નુક્કડ સભા કરી હતી. તેમાં સમગ્ર દેશના સાંસદ દિલ્હીની આ નુક્કજ સભામાં જોડાયા હતા. આ પહેલાં પાર્ટીએ 9 કેન્દ્રીય મંત્રીઓ, 35 પદાધિકારી, 6 મુખ્યમંત્રી, 3 પૂર્વ મુખ્યમંત્રી, 8 સાંસદ, 38 પૂર્વ મંત્રી-સાંસદો પ્રચારમાં જોડાયા હતા.

પાર્ટીનો ચહેરો: AAPની પાસે કેજરીવાલ, ભાજપ અને કોંગ્રેસ કેન્દ્રીય નેતૃત્વના ભરોસે

  • AAP: આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી કેજરીવાલના નામે ચૂંટણી લડી રહી છે. ત્યારપછી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ મુખ્ય ભૂમિકામાં રહ્યા.
  • ભાજપ: રાજ્ય અધ્યક્ષ મનોજ તિવારી સક્રિય રહ્યા, પરંતુ ચૂંટણીની સંપૂર્ણ કમાન અમિત શાહના હાથમાં રહી. મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર નથી કરાયા.
  • કોંગ્રેસ: સુભાષ ચોપડા 106 દિવસ પહેલાં જ રાજ્ય અધ્યક્ષ બન્યા હતા. તેના પહેલાં 3 મહિના સુધી આ પદ ખાલી હતું. પૂર્વ સીએમ શીલા દીક્ષિતના નિધન પછીથી કોંગ્રેસ પાસે દિલ્હીમાં કોઈ ચહેરો નથી.

સ્ટાર પ્રચારક: AAP પાસે 39, તેમાંથી 18 ચૂંટણી લડી રહ્યા છે, કોંગ્રેસ-ભાજપ પાસે 40-40

  • AAP: આમ આદમી પાર્ટીએ 39 નેતાઓને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. તેમાંથી 18 ચૂંટણી લડી રહ્યા છે. 6 મહત્વના ચહેરા- જેમાં કેજરીવાલ, સિસોદિયા અને સંગીતકાર વિશાલ ડડલાની પણ સામેલ.
  • ભાજપ: 40 નેતાઓને સ્ટાર પ્રચારક બનાવ્યા, તેમાં પીએમ મોદી સહિત અન્ય. બે સ્ટાર પ્રચારકમાં અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા પર વિવાદિત નિવેદન આપવા મામલે પ્રચારમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
  • કોંગ્રેસ: કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારક જાહેર કર્યા હતા પરંતુ તેમાંથી અમુક નેતાઓ જ વિધાનસભા વિસ્તારમાં જોવા મળ્યા હચા. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અજય માકન અંગત કારણોથી વિદેશ જતા રહ્યા.

23 દિવસમાં ભાજપના 100 મોટા નેતાઓએ પ્રચાર કર્યો, AAP-કોંગ્રેસ પાછળ રહ્યા; કાલે મતદાન was originally published on News4gujarati