યુવતી એમએનો અભ્યાસ કરતી’તી : પરિવાર લગ્નમાં ગયો હતો : મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું

રાજકોટનાં અણીયારા ગામે પટેલ યુવતીને ઉલટી થતાં બેભાન થઇ ગઇ હતી અને તેને અત્રેની સિવિલમાં ખસેડવામાં આવતા તેનું સારવારમાં મોત નિપજયું હતું. યુવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએનો અભ્યાસ કરતી હતી અને ગઇકાલે પરિવારજનો બહાર ગયા હતાં તેના દાદી ઘરે હતા. તેમનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અણિયારા ગામે રહેતી ગૌતમ રમેશભાઇ પડારીયા (ઉ.વ.21) નામની પટેલ યુવતી ગઇકાલે બપોરના સમયે બેભાન થઇ જતાં તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજયું હતું. ગૌતમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએનો અભ્યાસ કરતી હતી. પોતે એક ભાઇ એક બહેનમાં મોટી હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પિતા સહિતનાઓ ગઇકાલે લગ્નમાં ગયા હતા અને દાદીમાં ઘરે હતા ત્યારે ગૌતમને ઉલટી થઇ હતી. ત્યારબાદ તેની તબિયત લથડતાં દાદીમાંએ તેને પિતાને જાણ કરવાનું કહેતા યુવતીએ ના પાડી હતી અને આરામ કરવા જતાં બેભાન થઇ જતાં તેને સિવિલમાં ખસેડાઇ હતી અને ત્યાં જ દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ મનહરસિંહ અને રાઇટર કલ્પેશભાઇએ તપાસ આદરી છે.

અણીયારાની કોલેજીયન યુવતીનું ઉલટી થયા બાદ બેભાન થઇ જતાં મોત was originally published on News4gujarati