સુપ્રિમ કોર્ટના નિર્ણયનું ખોટુ અર્થઘટન થયુ છે : રાજયસભામાં કાનૂન- સંદેશાવ્યવહાર મંત્રીની સ્પષ્ટતા: કાયદો-વ્યવસ્થાની સ્થિતિને આધીન આ અધિકારનો ઉપયોગ થઈ શકે

નવી દિલ્હી: દેશમાં અશાંતિ સમયે મોબાઈલ સહિતની ઈન્ટરનેટ સેવા બંધ કરવાના સરકારના નિર્ણયને વ્યાજબી ગણાવતા કેન્દ્રીય કેન્દ્રના સંદેશા વ્યવહાર મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઈન્ટરનેટ એ મૂળભૂત અધિકાર નથી અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સરકાર તે સેવા સ્થગીત કરી શકે છે.

હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાં જે રીતે કલમ 370ની નાબુદી બાદ સતત ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી તેને પડકારતી એક રીટ અરજી પરની સુનાવણી સમયે સર્વોચ્ચ અદાલતે ઈન્ટરનેટ એ આધુનિક સમયમાં સંદેશા વ્યવહાર- અભિવ્યક્તિ અને વિચારોના સ્વાતંત્ર્યનું માધ્યમ બની ગયું હોય તે મૂળભૂત અધિકાર સમાન જ ગણી શકાય અને સરકાર લાંબા સમય સુધી આ પ્રકારે નેટ-સેવા સ્થગીત કરી શકે નહી. તેવું મંતવ્ય વ્યક્ત કર્યુ હતું પણ કાનૂન મંત્રી એ કહ્યું કે ઈન્ટરનેટ સેવા એ મૂળભૂત અધિકાર નથી. લોકોના અભિવ્યક્તિની આઝાદી એ બંધારણીય મર્યાદામાં રહીને શરતી છે.

રાજયસભામાં એક પ્રશ્નના જવાબમાં પ્રસાદે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આ નિરીક્ષણને એક અધુરા અથવા ખોટા અર્થઘટન સાથેનું નિરીક્ષણ ગણાવતા કહ્યું કે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે. ઈન્ટરનેટ સ્થગીત કરવાનો નિર્ણય સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખ્યાલમાં રાખીને લેવામાં આવે છે. જો કે તેઓએ દેશમાં કેટલી વખત આ રીતે નેટ-સેવા સ્થગીત કરવામાં આવી તેનો ઉલ્લેખ ટાળ્યો હતો. પરંતુ 2017થી અત્યાર સુધીમાં 700 વખત નેટ સેવા સ્થગીત થઈ હતી જેમાં દિલ્હી સહિતના કેન્દ્ર સરકારના પ્રદેશોમાં તો ખુદ કેન્દ્ર જ નિર્ણય લે છે.

પ્રસાદે એવી દલીલ કરી હતી કે, કોઈ ધારાશાસ્ત્રીએ એવી દલીલ કરી નથી કે ઈન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે.

ઈન્ટરનેટ એ મૂળભૂત અધિકાર નથી, સરકાર તે સેવા સ્થગીત કરી શકે છે: કેન્દ્ર was originally published on News4gujarati