આજના યુગમાં, બધા લોકો ફોનનો ઉપયોગ કરે છે અને તેની સુરક્ષા માટે પિન, પેટર્ન અથવા પાસવર્ડ રાખે છે. આ સિવાય ફેસ અનલોક ફિચરનો પણ ઘણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે હવે તે ઓછી કિંમતના ડિવાઇસીસમાં જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે ફોન પેટર્ન અથવા પાસવર્ડ મુશ્કેલ હોવું જોઈએ, જેનાથી અન્ય કોઇ શખ્સ તમારા ફોનને સહેલાઇથી અનલૉક ન કરી શકે, પરંતુ એવામાં ઘણા લોકો તેમના ડિવાઇસની પિન કે પાસવર્ડ ભુલી જાય છે. તો આજે અમે તમને બે એવી રીત જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમે ચપટીમાં તમારા ફોનને અનલોક કરી શકશો. તો આવો જોઇએ તે સહેલી રીત..

સૌથી પહેલા સ્માર્ટફોન અનલોક કરવા માટે તમારી અન્ય મોબાઇલ કે કોમ્પ્યુટર બ્રાઉઝરમાં જઇને https://myaccount.google.com/find-your-phone-guide યુઆરએલ ટાઇપ કરો અને પછી ઓકે કરો. તે બાદ તમારા તે જીમેઇલ એકાઉન્ટથી લોગ ઇન કરો. જે તમારા લોક થયેલા ફોનમાં ઓપન હતું.

લોગઇન થયા પછી તમને તે બધા સ્માર્ટફોનની લિસ્ટ મળશે જેમાં તમારું જીમેઇલ એકાઉન્ટ ખુલ્લું છે. આવું કર્યા પછી, તે ફોન પસંદ કરો કે જેને તમે અનલોક કરવા માંગો છે.

તમાકરે તમારી સ્ક્રીન પર લોક યોર ફોનનો ઓપ્શન જોવા મળશે. જેની પર ક્લિક કરવું પડશે. તે બાદ તમારે નવો પાસવર્ડ પિન કે પેટર્ન તરીકે નાખવું પડશે. આટલું કર્યા બાદ તમે તમારા સ્માર્ટફોનનો પાસવર્ડ બદલાઇ જશે. હવે તમારા ફોનનું લોક ખુલી જશે. જોકે, આ રીત માટે જે ફોનને અનલોક કરવો છે તેમા ઇન્ટરનેટલ કનેક્શન હોવું જરૂરી છે.

બીજી રીત માટે તમે ગૂગલ અસિસ્ટેંટની મદદ લઇ શકો છો. જો તમે તમારું ગૂગલ આસિસ્ટન્ટ પહેલાથી સેટ કર્યું છે અને તમારો વોઇસ રેકોર્ડ કર્યો છે અને સાથે જ ‘Unlock with voice’ના વિકલ્પ પર ક્લિક કર્યું છે તો તમે માત્ર ‘Ok Google’ કહીને પણ તમારો સ્માર્ટફોન અનલોક કરી શકોછો.

માત્ર 10 સેકન્ડમાં તમારા સ્માર્ટફોનને કરો અનલૉક, આ છે સહેલી રીત was originally published on News4gujarati