થોડા દિવસો અગાઉ ચીનથી આવેલી યુવતીને ભારે શરદી, સખત ઉધરસ આવતાં સિવિલમાં દાખલ કરાઈ હતી

રાજકોટ સિવિલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ જેતપુરની યુવતીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેના પગલે તેના પરિવારે તેમજ આરોગ્ય તંત્રએ મોટી રાહત અનુભવી છે.  

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકની અને ચીન મેડિકલના અભ્યાસ માટે ગયેલી યુવતી થોડા દિવસ પહેલા વતન પરત આવી હતી. યુવતીને શરદી, તાવ, ઉધરસ હોવાથી શંકાસ્પદ કોરોના વાઇરસના લક્ષણો જણાતા, તેણીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.  અહીં તેના લોહી, કફના નમૂના લઇ અમદાવાદ લેબોરેટરી અર્થે મોકલી દેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. 

મોટી રાહત: રાજકોટ સિવિલમાં દાખલ જેતપુરની યુવતીનો કોરોના રિપોર્ટ નેગેટિવ was originally published on News4gujarati