તમારી પેન ડ્રાઇવ કરપ્ટ શું છે …? શું તમારી પેન ડ્રાઇવ ખુલી રહી નથી …? જો તમે પેન ડ્રાઇવને ખોલવા માંગો છો તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે તમારી કરપ્ટ પેન ડ્રાઇવને ખોલી શકશો. તો આવો જોઇએ કેટલીક ટિપ્સ….

આવું ઘણી વખત થાય છે કે આપણે આપણી પેન ડ્રાઇવને કોમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરીએ છીએ તો તે ઓપન થતી નથી અને તેમા લખીને આવે છે કે Please insert a disk. એવામાં આપણાને લાગે છે કે આપણી પેન ડ્રાઇવ ખરાબ થઇ ગઇ અને હવે આપણે તેનો ઉપયોગ કરી શકીશુ નહીં. જો તમારી પાસે પણ આવી કોઇ પેન ડ્રાઇવ છે તો તમે આ ટિપ્સ ફોલો કરો.

– સૌથી પહેલા તમે તમારી પેન ડ્રાઇવને તમારા કોમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરો.
– તે બાદ કોમ્પ્યુટર Command Prompt મોડમાં જાઓ.
– Command Promptને Run as a administratorની સાથે ક્લિક કરો.
– હવે તમારી સ્ક્રીન પર એક બ્લેક સ્ક્રીન જોવા મળશે જેમા કેટલાક વર્ડ્સ લખેલા હશે. ત્યાં સ્ક્રીન પર જ્યાં કર્સર પહેલાથી બ્લિંક કરી રહ્યું હશે ત્યાં તમારે diskpart ટાઇપ કરીને એન્ટર આપવું.
– તે બાદ તમારી સામે ત્રણ અન્ય લાઇન ઓટોમેટિકલી ટાઇપ થઇને આવી જશે. અંતિમ લાઇનમાં DISKPART> લખ્યું હશે. જેની આગળ બ્લિંક કરી રહેલા કર્સર પર તમારા list disk ટાઇપ કરીને એન્ટર કરો.
– હવે તમારે તે બે ડિસ્કની લિસ્ટ જોવા મળશે. એક ડિસ્ક 0 અને બીજી ડિસ્ક1. આ બ્નેનમાંથી Disk 0 તમારા કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક હશે અને Disk 1 તમારી એક્સર્ટનલ પેન ડ્રાઇવ હશે. આ બન્ને ડિસ્કની આગળ તેની મેમરી ક્ષમતા પણ લખી હશે.
– હવે અંતિમ લાઇનમાં ફરીથી DISKPART> લખેલું આવશે. જેની આગળ તમારે select disk 1 ટાઇપ કરીને એન્ટર કરવાનું છે. તેનાથી તમારી કરપ્ટ પેન ડ્રાઇવ સિલેક્ટ થઇ જશે.
– હવે તે બાદ ફરીથી નીચેની છેલ્લી લાઇનમાં DISKPART> લખેલું હશે. જેને આગળથી ક્લિન કમાન્ડ ટાઇપ કરવાનું છે અને ફરીથી એન્ટર આપવાનું છે.
– હવે નીચે લખેલું આવેશે. Disk succeed in cleaning the disk. જેનો મતલબ કે તમારી કરપ્ટ પેન ડ્રાઇવ અને ક્લીન થઇ ગઇ છે.
– હવે છેલ્લી લાઇનમાં એક વખત ફરી Diskpart લખેલું હશે. તેની આગળ તમારે exit લખવાનું છે.
– તે પછી ફરીથી બે લાઇન આવશે જેમા લાસ્ટમાં બ્લિંક કરતું કર્સરની પાસે તમને ફરીથી exit લખવાનું હશે. તે બાદ તમે બહાર નીકળી જશો.
– હવે તમે Command Prompt સેક્શનથી રિમૂવ કરી તમારી પેન ડ્રાઇવ નીકાળી ફરીથી ઇન્સર્ટ કરો.
– તમારી પેન ડ્રાઇવ કામ કરવાનું શરૂ કરવા લાગશે. તમે તેનો ઉપયોગ કરી શકશો.

શુ તમારી કરપ્ટ પેન ડ્રાઇવ ખુલી નથી રહી, આ ટ્રિકથી ખોલી શકશો was originally published on News4gujarati