ફલિત જ્યોતિષમાં મંગળનું રાશિ પરિવર્તન ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંગળને જ્યોતિષમાં દરેક ગ્રહોમાં સેનાપતિનું સ્થાન પ્રાપ્ત થયું છે. મંગળે 8 ફેબ્રુઆરી 2020એ રાશિ બદલી છે. વૃશ્વિકથી ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યાં હવે મંગળ 22 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. મંગળના રાશિ બદલવાથી 5 રાશિના જાતકોને તેનું શુભ પરિણામ પ્રાપ્ત થશે.

મેષ

મંગળનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે શુભ ફળ આપનારું રહેશે. આવી રહેલી મુશ્કેલી હવે ખતમ થશે. કાર્ય વેપારમાં ઉન્નતિ તો થશે જ તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કાર્યોના વખાણ પણ થશે, નોકરીમાં પ્રમોશન માન સમ્માનની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.

કર્ક

કર્ક રાશિના જાતકો માટે મંગળની સ્થિતિમાં બદલાવ સકારાત્મક પરિણામ લઇને આવી રહ્યો છે. કામમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. વિદેશ યાત્રા કરવા અથવા વિદેશી નાગરિકતા માટે આવેદન કરવું લાભદાયી રહેશે.

સિંહ

પરિવર્તન શુભ રહેશે, અટકેલા કામ ઝડપથી પૂરા થઇ રહ્યા છે. માન-સમ્માનમાં વધારો થવા યોગ અને નોકરીમાં પ્રમોશન થશે. આવકના એકથી વધારે સાધન પણ બનશે અને આપેલું ધન પરત મળશે. ઉચ્ચઅધિકારી સાથેના સંબંધ સારા રાખો.

તુલા

તુલા રાશિના લોકોને મંગળનું રાશિ પરિવર્તન સફલતા અને ધન લાભનો સંકેત આપી રહ્યો છે. માંગલિક કાર્યોમાં પણ તમે ભાગ લેશો અને યશ પણ પ્રાપ્ત કરશો.

કુંભ

તમારા માટે ધન સંબંધી કામોમાં ફાયદો થઇ શકે છે. ઘર-પરિવારમાં સુખ રહેશે. રાશિના લાભભાવમાં મંગળમાં મંગળ ગોચર તમારા માટે કોઇ વરદાનથી કમ નથી. અત: લાભ માર્ગ પ્રશસ્ત થશે રોજગારીની દિશામાં કરવામાં આવેલો પ્રયાસ પણ સાર્થક રહેશે.

22 માર્ચ સુધી ધન રાશિનું મંગળમાં ગોચર, 5 રાશિઓ માટે રહેશે લાભદાયી was originally published on News4gujarati