KGF જુલાઈ 2020માં રિલીઝ થઈ શકે છે
એજન્સી, મુંબઈ
કન્નડ ફિલ્મ કેજીએફના બીજા પાર્ટ ‘કેજીએફ ચેપ્ટર 2’માં સંજય દત્ત બાદ હવે રવીના ટંડનની એન્ટ્રી થઈ ગઈ છે. આ ફિલ્મમાં રવીના તે સમયના વડાપ્રધાન રમિકા સેનનો રોલ કરશે જે ડેથ વોરન્ટ જાહેર કરે છે. ફિલ્મને પ્રશાંત નીલ ડિરેક્ટર કરી રહ્યા છે. ફિલ્મ જુલાઈ 2020માં રિલીઝ થઈ શકે છે.
રવીના ટંડન ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ખાનદાની શફાખાના’ માં સ્પેશિયલ અપીયરન્સમાં જોવા મળી હતી. અગાઉ વર્ષ 2015માં રવીનાએ બોમ્બે વેલવેટથી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં રવીનાની ત્રણ ફિલ્મ આવી હતી-માતૃ, હનુમાન ધ દમદાર અને શબ. આ ઉપરાંત તે ટેલીવિઝન રિયાલીટી શોમાં જજ તરીકે પણ જોવા મળી હતી.
માત્ર 50-80 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ કેજીએફે 243-250 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘કેજીએફ ચેપ્ટર-2’માં યશ, અધીરાના રોલમાં સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, અનંત નાગ, માલવિકા અવિનાશ જેવા એક્ટર્સ જોવા મળશે.
KGF ચેપ્ટર-2માં થઈ રવીના ટંડનની એન્ટ્રી was originally published on News4gujarati