• વતનમાં જૂથ અથડામણ દરમિયાન કરવામાં આવ્યો હતો હુમલો
  • મલેકપુર ગામે જૂથ અથડામણમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા

ભિલોડાઃ 6 ફેબ્રુઆરીએ ભિલોડાના મલેકપુર ગામમાં થયેલા હુમલામાં બીએસએફના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતી નામનો આ જવાન કાશ્મીરના શ્રીનગરની બીએસએફ ટુકડીમાં ફરજ બજાવતો હતો. 6ઠ્ઠી તારીખે બીએસએફના જવાન અને તેના બે મિત્રો પર અંગત અદાવતમાં ગામના જ 9 શખ્શોએ કુહાડી, લોખંડની પાઇપ અને લાકડીઓથી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં આર્મી જવાનને માથે ગંભીર ઇજાઓ થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આજે સવારે બીએસએફની જવાનનું મોત નીપજ્યું છે. ત્યારે હાલ જવાનના મૃતદેહને તેના વતને ખસેડવામાં આવ્યો છે.

અંગત અદાવતમાં કરાયેલા હુમલામાં BSFના જવાનનું 4 દિવસની સારવાર બાદ મોત, અન્ય બે યુવકો સારવાર હેઠળ was originally published on News4gujarati