પેસેન્જરો રાજસ્થાન, કેરળ અને મધ્ય પ્રદેશના રહેવાસી હતા
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર 7 અને 8 ફેબ્રુઆરીની રાત્રિ દરમિયાન ગલ્ફમાંથી આવતી ફલાઇટમાં 13 પેસેન્જર પાસેથી અંદાજે રૂ. 3.06 કરોડનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાંથી 6 પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે. પેસેન્જરોએ અલગ અલગ રીતે સોનાની દાણચોરીની પદ્ધતિ અપનાવીને 7 કિલો 24 કેરેટ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું.
કસ્ટમના અધિકારીઓના જણાવ્યા અનુસાર કુવેત, શારજાહ, દુબઇ, દોહા અને બેંગકોકથી ફલાઇટમાં આવેલા 13 પેસેન્જરો સોનાની દાણચોરી કરતા ઝડપાઇ લીધા હતા. દાણચોરી કરતાં કેરિયરો કેરળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના હોવાનું બહાર આવ્યું છે. આ લોકોએ સોનું વિવિધ રીતે જેમ કે, કપડાંમાં, મોજાં, ટ્રાઉઝર, જેકેટ્સ, જિન્સ, અન્ડરગાર્મેન્ટ, ટ્રોલી સપોર્ટ તરીકે છુપાયેલું હતું. પકડાયેલું 24 કેરેટનું શુદ્ધ સોનું 7 કિલો છે જેની માર્કેટ કિંમત રૂ.3.06 કરોડની આસપાસ થાય છે.
એરપોર્ટ પર 24 કલાકમાં 13 પેસેન્જર પાસે રૂ. 3 કરોડની કિંમતનું 7 કિલો સોનું પકડાયું was originally published on News4gujarati