થરાદ-સાંચોર હાઇવે ઉપર, ઇકોગાડી સાંચોર બાજુથી આવતી હતી, જ્યારે ટ્રેઇલર થરાદ તરફથી સાંચોર જઇ રહી હતી

થરાદઃ થરાદ-સાંચોર હાઇવે ઉપર સોમવારે સાંજે સાંચોર તરફથી આવતી ઇકો કારના ચાલકે ઓવરટેક કરવા જતાં સામેથી થરાદ તરફથી આવતાં ટ્રેઇલરને અથડાતાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
થરાદ-સાંચોર ઇકો નંબર જીજે-06-એચડી-4476 લઇ 3 વ્યક્તિઓ સાંચોરથી તરફથી આવી રહ્યા હતા. ત્યારે પીલુ઼ડા-માંગરોળ વચ્ચે ઇકોના ચાલકે ઓવરટેક કરવા જતાં સામેથી થરાદ તરફથી આવતાં ટ્રેઇલર નંબર એચઆર-56-બી-6853 સામે ટકરાતાં ઇકોમાં સવાર 3 વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે 108 અને પોલીસ દોડી આવી હતી. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં થરાદમાં રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ઘટના સ્થળે તેમજ થરાદ રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાને લઇ થરાદપંથકમાં ચકચાર મચી હતી.

થરાદ-સાંચોર હાઇવે ઉપર ઓવરટેકની લ્હાયમાં ઈકો ટ્રેઇલરને અથડાતાં 2 મોત was originally published on News4gujarati