• AAPના મનિષ સિસોદિયાએ કહ્યું કે, અમને જીત વિશે વિશ્વાસ છે,અમે 5 વર્ષ લોકો માટે કામ કર્યું છે
  • દિલ્હીની 70 વિધાનસભા સીટ માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ત્યારપછી AAPએ ઈવીએમ સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા હતા

દિલ્હી વિધાનસભાની 70 સીટો પર 8 ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. વોટોની ગણતરી થઈ રહી છે. રૂઝાનમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી ચૂકી છે. પરિણામો પહેલાં ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું છે કે, રૂઝાનથી સંકેત મળી રહ્યા છે કે આપ-ભાજપ વચ્ચે અંતર છે. પરંતુ હજી સમય છે. અમને આશા છે. પરિણામ કોઈ પણ હોય, રાજ્ય પ્રમુખ હોવાના કારણે હું દરેક જવાબદારી લેવા તૈયાર છું,

મનોજ તિવારીએ કહ્યું છે કે તેઓ બિલકુલ નર્વસ નથી. મને વિશ્વાસ છે કે, આજનો દિવસ ભાજપ માટે સારો જ રહેશે. જો અમે 55 સીટ જીતીઓ તો આ વિશે કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું છે કે, દરેકે પોત-પોતાના પરિશ્રમથી પરીક્ષા આપી છે. આજે પંડિત દિલ દયાલ ઉપાધ્યાયજીનો બલિદાન દિવસ છે. સંયોગથી આજે 11 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ આવવાના છે. મને વિશ્વાસ છે કે, પરિણામ ભાજપના પક્ષમાં આવશે.

બીજી બાજુ ડેપ્યૂટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ કહ્યું છે કે, અમને અમારી જીત પર વિશ્વાસ છે. કારણકે અમે પાંચ વર્ષ સુધી જનતા માટે જ કામ કર્યું છે.

દિગ્વિજય સિંહે ઈવીએમ પર સવાલ ઉભા કર્યા
કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે દિલ્હી ચૂંટણીના શરૂઆતી રૂઝાન વિશે ઈવીએમ પર સવાલ ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે, ઈવીએમ ટેમ્પર પ્રૂફ નથી અને કોઈ પણ વિકસિત દેશ તેનો ઉપયોગ નથી કરતાં. એક વાર વિચાર કરીએ તો એમ થાય કે આપણો દેશ આનો ઉપયોગ કેમ કરે છે? તેમણે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચથી ઈવીએમ મુદ્દા પર ધ્યાન આપવા ભલામણ કરી હતી.

દિલ્હીમાં 22 વર્ષથી સત્તાથી દૂર ભાજપે રાત્રે જ પાર્ટી કાર્યાલય પર પોસ્ટર લગાવ્યું- પરાજયથી અમે નિરાશ નથી થતાં was originally published on News4gujarati