વર્ષ 2018માં ગુજરાત ATSએ ઝડપી પાડેલ ડ્રગ્સ કેસમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. સમુદ્રી માર્ગે ડ્રગ્સ સિન્ડિકેટ 300 કિલો નહીં, પણ કુલ 500 કિલો ડ્રગ્સ ભારતમાં ઘુસાડ્યું હતું. પંજાબના ભટીન્ડામાંથી ઝડપાયેલા 188 કિલો ડ્રગ્સ બાદ આ ખુલાસો થયો છે. કચ્છમાંથી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો ગુજરાત ATS દ્વારા ગત 12 /8/ 2018ના રોજ જામ સલાયા વિસ્તારમાંથી અબ્દુલ અઝીઝ ભગડ નામના આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી 300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પાકિસ્તાનથી સમુદ્રી માર્ગે ડ્રગ્સનો આ જથ્થો બોટ મારફતે જખૌ લાવી રાજુ દુબઇ અને અબ્દુલ સોતા નામના આરોપીઓએ માંડવીના ગોડાઉનમાં ઉતાર્યો હતો. કુલ 500 કિલો ડ્રગ્સના જથ્થા પૈકી 200 કિલો ડ્રગ્સનો જથ્થો ટ્રક મારફતે ઊંઝાથી જીરામાં ભેળવી પંજાબ સુધી લઈ જવાયો હતો.

ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલ આ ડ્રગ્સ કેસમાં સીમરંજીત સિંઘ સંધુ અને શાહિદ સુમરાને વોન્ટેડ જાહેર કરાયા હતા. ગુજરાત ATS દ્વારા સીમરંજીત સંધુ માટે રેડકોર્નર નોટિસ ઇસ્યુ કરાઈ હતી. જેને પગલે ઇન્ટરપોલ દ્વારા તાજેતરમાંજ સીમરંજીતને ઈટાલીથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેને ભારતમાં લાવવા માટે ગુજરાત ATS દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

200 કિલો ડ્રગ્સનો જથ્થો રઝાક સુમરા અને કરીમ સીરાજે સુનિલ વિઠ્ઠલ બારમાસેની મદદથી ટ્રક દ્વારા અમૃતસર મોકલવામાં આવ્યો હતો. જે ત્રણેયની ધરપકડ સાથે કુલ ધરપકડનો આંક 8 પર પહોંચ્યો છે. આ ત્રણેયની પૂછપરછમાં હજુ વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

વર્ષ 2018માં ઝડપેલા 500 કિલો ડ્રગ્સ મામલે ચોંકાવનારો ખુલાસો, ઊંઝાના જીરા સાથે કનેક્શન નીકળ્યું was originally published on News4gujarati