કુંભ રાશિનો સૂર્ય મેષ રાશિના લોકો માટે શુભ રહેશે, મિથુન રાશિના લોકોને નોકરીમાં લાભ મળશે

ગુરૂવાર, 13 ફેબ્રુઆરીએ સાંજે લગભગ 7 વાગે સૂર્ય મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ 14 માર્ચ સુધી કુંભ રાશિમાં જ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે સૂર્યના રાશિ બદલવાથી થોડાં લોકો માટે શુભ સમય શરૂ થઇ શકે છે. સૂર્ય 14 માર્ચ બાદ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. બધી જ 12 રાશિઓ માટે આ રાશિ પરિવર્તન કેવું રહેશે?

મેષઃ– આ લોકો માટે સૂર્ય શુભ સ્થિતિમાં રહેશે. વાહન સુખ મળશે. ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળી શકે છે. બેદરકારીથી બચવું.
વૃષભઃ– આ રાશિના લોકો માટે સૂર્ય લાભદાયક રહી શકે છે. ધન સંબંધી કાર્યોમાં લાભ થશે. આ દિવસોમાં જોખમ લેવું નહીં.
મિથુનઃ– કુંભ રાશિમાં સૂર્ય હોવાથી નોકરીમાં લાભ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન થશે. કાર્યોમાં મોટી સફળતા પણ મળશે. પરંતુ ઘમંડથી બચીને રહો.
કર્કઃ– આ રાશિના લોકોને જમીન સંબંધિત કાર્યોમાં હાનિ થઇ શકે છે. સમજી-વિચારીને કામ કરો. અસફળતા મળવાથી માનસિક તણાવ વધી શકે છે.
સિંહઃ– આ લોકો માટે સૂર્ય લાભની સ્થિતિમાં રહેશે. નોકરીમાં અધિકારીઓનો સાથ મળી શકે છે. વાહન સુખ મળશે.
કન્યાઃ– આ રાશિના લોકો માટે સમય શુભ રહેશે. લાંબી યાત્રા થઇ શકે છે. લાભ મળશે. બિનજરૂરી ચિંતા કરશો નહીં.
તુલાઃ– જમીન સાથે જોડાયેલાં કાર્યોમાં સફળતા મળી શકે છે. ઘર-પરિવારમાં વાદ-વિવાદ થઇ શકે છે. ધૈર્યથી કામ લેવું. ખોટાં ખર્ચના કારણે પરેશાની થઇ શકે છે.
વૃશ્ચિકઃ– તીર્થયાત્રા પર જવાનો અવસર મળી શકે છે. ધન-સંબંધી કાર્યોમાં હાનિ થઇ શકે છે, બેદરકારીથી બચવું. ધૈર્ય જાળવી રાખો.
ધનઃ– આ રાશિ માટે સૂર્ય સફળતા અપાવનાર રહેશે. વેપારીઓને મોટો સોદો મળી શકે છે. વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન વિઘ્નો દૂર કરશે.
મકરઃ– સૂર્ય આ રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. હવે મકર રાશિના લોકોના માન-સન્માનમાં વધારો થઇ શકે છે. સંબંધીઓ પાસેથી શુભ સમાચાર મળી શકે છે.
કુંભઃ– હવે 14 માર્ચ સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. આ કારણે કુંભ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. કામ વધારે કરવું પડશે. વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન કામ આવશે. લાભ થશે.
મીનઃ– સૂર્યના કારણે મીન રાશિના લોકોના ખર્ચમાં વધારો થઇ શકે છે. મહેનત વધારે કરવી પડશે. આશા પ્રમાણે ફળ મળશે નહીં. માનસિક તણાવ વધી શકે છે.

13 ફેબ્રુઆરીએ સૂર્ય મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે, કર્ક, વૃશ્ચિક અને મીન જાતકો માટે અશુભ સમય શરૂ was originally published on News4gujarati