• સુરત કસ્ટમ વિભાગને મુંબઈના એક યુવક પાસેથી બે સોનાની કેપ્સૂલ મળી
  • રૂપિયા 8.5 લાખની કિંમતની 200 ગ્રામની કેપ્સૂલ કબ્જે કરવામાં આવી છે

સુરતઃ સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર એક યુવક દાણચોરી કરતા ઝડપાયો હતો. શારજાહથી સુરત આવેલા મુંબઈના યુવક પાસેથી સુરત કસ્ટમ વિભાગે બે સોનાની કેસ્પૂલ સાથે ઝડપી પાડ્યો હતો. હાલ તો કસ્ટમ વિભાગે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

કસ્ટમ વિભાગે યુવકની અટકાયત કરી

સુરતથી શારજાહ વચ્ચે ઉડતી ફ્લાઇટમાં સોનુ લાવવાની બની રહેલી ઘટનાઓ વચ્ચે આજે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આજે શારજાહથી સુરત આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલા પ્રવાસીઓની કસ્ટમ વિભાગ દ્વારા નજર રખાઈ રહી હતી. તે વખતે જ એક પ્રવાસીની શંકાસ્પદ હિલચાલ જણાતા તેની તપાસ કરતા સોનાની કેપ્સૂલ મળી આવી હતી. કસ્ટમ વિભાગને મુંબઈના રાજેશ ચાબરીયા નામના યુવક પાસેથી 8.5 લાખની કિંમતની 200 ગ્રામ સોનાની બે કેપ્સૂલ મળી આવી હતી. કસ્ટમ વિભાગે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

એરપોર્ટ પર સોનું કેવી રીતે પકડાય છે

એરપોર્ટ પર રેડ ચેનલ અને ગ્રીન ચેનલ હોય છે. જેમાં રેડ ચેનલમાં લાવેલા સોનાની ડ્યૂટી ભરવાની હોય છે. જ્યારે ગ્રીન ચેનલમાં જે લોકો સોનું ના લાવ્યા હોય તે લોકોને પસાર થવાનું હોય છે. એરોબ્રિજથી એરપોર્ટની બહાર નીકળવા સુધીના રસ્તા પર કસ્ટમ અધિકારીઓ પેસેન્જર પર બારીક નજર રાખી શંકાસ્પદ પેસેન્જરને ફરીથી મેટલ ડિટેક્ટર ડોરમાંથી નીકળવા જણાવવામાં આવે છે. જેમાં જો પેસેન્જર પોતાના શરીરમાં કે શરીરની બહાર કોઇ પણ રીતે સોનાની પેસ્ટ સ્વરૂપે કે હાર્ડ સ્વરૂપે સંતાડ્યું હોય તો શોધી લેવામાં આવે છે.

એરપોર્ટ પરથી બે સોનાની કેપ્સૂલ સાથે એક યુવક ઝડપાયો, શારજાહથી ફ્લાઈટમાં આવ્યો હતો was originally published on News4gujarati