• 24 અને 25 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ અમદાવાદની મુલાકાતે
  • મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત લેશે

24 અને 25 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની અમદાવાદ મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ મુલાકાત દરમિયાન તેમની થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત બનાવવા માટે અમેરિકાના સિક્રેટ સર્વિસ એજન્ટ મહિના પહેલા જ અમદાવાદના ટ્રમ્પના મુલાકાતના સ્થળોની ચકાસણી કરી ગયા હતા. જેના આધારે મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાતેને લઈ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. આ તૈયારીઓ વચ્ચે આવતીકાલે ફરી સિક્રેટ સર્વિસ એજન્ટ ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઈ સુરક્ષા અંગે જાણકારી મેળવશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ એરપોર્ટની એરસ્પેસ ખાલી કરાવવાનું કામ પણ કરશે. 13 ફેબ્રુઆરીએ સુરક્ષાની ચકાસણી કર્યાં બાદ સિક્રેટ એજન્ટ્સ મુલાકાતના 8 દિવસ અગાઉ ફરીવાર આવશે અને સુરક્ષા અંગે ફરી ચકાસણી કરશે. જે ટ્રમ્પની મુલાકાત સુધી રોકાશે.

ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સિક્રેટ સર્વિસ જ સંભાળશે
ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પ્રેસિડન્ટના ઓફિશિયલ જેટ પ્લેન ઉપરાંત 6 વિમાન પણ સાથે આવશે. જેમાં અલગ અલગ હેલિકોપ્ટર એની કાર અને કાર્ગો રહેશે. તેના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સિક્રેટ સર્વિસ જ સંભાળશે. પ્રેસિડન્ટ જે રૂટ પરથી પસાર થશે તેની સુરક્ષાની યોગ્ય જાળવણી માટે સુચના આપશે અને નજર રાખશે. તેમજ પ્રેસિડન્ટની અવર જવર સમયે હાઈ વે અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે.

ટ્રમ્પના રૂટ પર અન્ય વાહનો ચાલી ન શકે તે માટે મોટરકેડ મુકાશે
તેની સાથે સાથે જે રૂટ પરથી ટ્રમ્પ પસાર થશે તે રૂટ પર અન્ય કાર અને બાઈક ચાલી ન શકે એ માટે રસ્તા પર મોટરકેડ પણ મુકવામાં આવશે. તેમજ ઈમરજન્સી માટે નજીકની હોસ્પિટલ અને સુરક્ષિત સ્થળોની પણ પસંદગી કરશે અને તેને પ્રાયોરિટી લિસ્ટમાં મુકશે. પ્રેસિડન્ટની મુલાકાત સ્થળથી હોસ્પિટલ વધુમાં વધુ 15 મિનિટના અંતરમાં હોવી જોઈએ તે અંગે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. આ પ્રકારની એકથી વધુ હોસ્પિટલો નક્કી કરવામાં આવશે અને આ દરેક હોસ્પિટલમાં એજન્ટ અને ખાસ અમેરિકન ડૉક્ટર્સની ટીમ રહેશે.

થ્રી લેયર સિક્યુરિટી માટે અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટો આવશે, એરપોર્ટની એરસ્પેસ ખાલી કરાવશે was originally published on News4gujarati