સાટાખત રદ કરાવવું હોય તો 35 લાખ આપવા પડશે તેમ કહી છેતરપીંડી કરી

રાજકોટ: રાજકોટની LIC કચેરીના વિકાસ અધિકારી કિરીટભાઇ હસમુખભાઇ પટેલે પંચાયત ચોકમાં આવેલો પોતાનો ફ્લેટ વેંચવા અખબારમાં આપેલી જાહેર ખબર મારફત બે શખ્સોએ ફ્લેટ જોઇ 1 કરોડ 30 લાખમાં સોદો નક્કી કરી સબ રજીસ્ટ્રાર કચેરીએ સાટાખત કરાવતી વખતે 1 કરોડ 30 લાખ રકમ લખેલું સાટાખત બતાવી બાદમાં ગોલમાલ કરી સહીઓ કરાવતી વખતે માત્ર 30 લાખની કિંમત લખેલા સાટાખતમાં સહીઓ કરાવી લઇ 1 લાખની સુથીનો ચેક આપી એ પછી હવે આ સોદો કરવો નથી, જો સાટાખત રદ કરાવવું હોય તો 35 લાખ આપવા પડશે તેમ કહી છેતરપીંડી કરી હતી. પોલીસે જૂનાગઢ અને રાજકોટના બે શખ્સોને દબોચી લેવાની કામગીરી હાથ ધરી છે.

એકને બદલે બીજી રકમ લખી ફ્લેટનું સાટાખત કરાવડાવી પાછળથી સોદો રદ કર્યો

SOGના PSI એમ. એસ. અંસારીએ ACP જે. એચ. સરવૈયાની રાહબરીમાં આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે હેવલોક એપાર્ટમેન્ટમાં આઠમા માળે રહેતાં અને LICની મુખ્ય કચેરીમાં વિકાસ અધિકારી તરીકે નોકરી કરતાં કિરીટભાઇ હસમુખભાઇ પટેલની ફરિયાદ પરથી રાજકોટના યુવરાજસિંહ ચુડાસમા અને જૂનાગઢના કાલરીયાભાઇ વિરૂદ્ધ IPC 406, 420, 120 (બી) મુજબ કાવત્રુ ઘડી ગોલમાલ કરી એકને બદલે બીજી રકમ લખી ફ્લેટનું સાટાખત કરાવડાવી પાછળથી સોદો રદ કરી નાંખી જો સાટાખત રદ કરવું હોય તો 35 લાખ આપવા પડશે તેમ કહી છેતરપીંડી કર્યાનો ગુનો નોંધાયો છે.

LIC અધિકારીના 1.30 કરોડના ફ્લેટના સોદામાં સાટાખતમાં ગોલમાલ કરી સહી કરાવી બે શખ્સોએ છેતરપીંડી કરી was originally published on News4gujarati