• ચીનમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધી 1113 લોકોનું મોત, 44 હજારથી વધારે કેસની પુષ્ટિ 
  • ‘ચીનમાં વાઈરસના 99% કેસ સામે આવ્યા, પરંતુ આ દુનિયાના બાકીના હિસ્સાઓ માટે જોખમ’

આંધ્રપ્રદેશમાં 50 વર્ષીય યુવકે કોરોનાવાઈરસના ઈન્ફેક્શનની આશંકા બાદ મંગળવારે આત્મહત્યા કરી લીધી છે. તેની સારવાર કરનારા ડોક્ટરે પુષ્ટિ કરી હતી કે તેને વાઈરલ તાવ હતો. જો કે, કોરોનાવાઈરસના કોઈ લક્ષણ નહોતા. તેના સગા વ્હાલાઓએ જણાવ્યું કે, પત્ની અને બાળકોને ઈન્ફેક્શનથી બચાવવા માટે પોતે આત્મહત્યા કરી નાંખી હતી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ મંગળવારે નોવેલ કોરોનાવાઈરસનું નવું સત્તાવાર નામ ‘કોવિડ-19’ રાખ્યું થે. કો-કોરોના, વિ-વાઈરસ અને ડીનો અર્થ ડીજીજ છે. ચીનના સૌથી વધારે પ્રભાવિત હુબેઈ પ્રાંતમાં મંગળવારે 94 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 1113 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 44,200 કેસ પોઝિટિવ આવ્યા છે. ચીનના હેલ્થ કમિશને મંગળવારે જણાવ્યું કે હુબેઈમાં એક દિવસમાં 1638 નવા કેસ નોંધવામાં આવ્યા છે.

જેનેવામાં WHOના પ્રમુખ ટેડ્રોસ એડહોનમ ગેબ્રેસિએસસે પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે, WHO,OIE એનિમલ હેલ્થ અને FAO વચ્ચે સહમત દિશાનિર્દેશો હેઠળ અમારે એક એવું નામ શોધવાનું હતું, જે કોઈ પણ ભૌગોલિક સ્થળ, એક પ્રાણી, અથવા વ્યક્તિ કે લોકોના સમૂહનો ઉલ્લેખ ન કરે અને બિમારી સાથે સંબંધિત હોય.

જેનેવામાં કોરોનાવાઈરસ કેસ અંગે બે દિવસો સુધી વૈજ્ઞાનિકોની બેઠક યોજાવાની છે. આ દરમિયાન વૈજ્ઞાનિક વાઈરસ ફેલાવવા અને તેની શક્ય રસી વિકસીત કરવા અંગે વિચારણા કરશે. ટેડ્રોસે કહ્યું-‘ચીનમાં વાઈરસના 99% કેસ સામે આવ્યા છે. હવે આ વાઈરસ અહીંયા માટે એક મોટી મહામારી બની ગયો છે. અને દુનિયાના અન્ય દેશો માટે પણ આ હવે એક જોખમ બની ગયો છે. હવે સૌથી મહત્વનું તો એ છે કે આ વાઈરસને ફેલાતા રોકવાનો.’નિષ્ણાતોએ કહ્યું -2003માં સાર્સના પ્રકોપ બાદ વાઈરસના કોઈ પણ સપાટી પર જીવતા રહેવાની મર્યાદાની શોધ કરવા માટે ઘણા બધા સંશોધન કરવામાં આવ્યા છે. કોરોના સાર્સ ફેમિલીનો જ એક વાઈરસ છે.

WHOએ કોરોનાવાઈરસનું નામ ‘કોવિડ-19’રાખ્યું, સંક્રમણના ભયના કારણે આંધ્રપ્રદેશમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી was originally published on News4gujarati