અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની 24 ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પને આવકારવા માટે થનગની રહેલા અમદાવાદમાં ‘કેમ છો, ટ્રમ્પ’ સ્લોગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે આ કાર્યક્રમને ગુજરાત સુધી સિમિત ન રાખીને રાષ્ટ્રીય બનાવવા માટે ગુજરાત સરકારે ‘નમસ્તે ટ્રમ્પ’ સ્લોગન કરવાનો નિર્ણય કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે આ ચર્ચાઓ વચ્ચે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના ટ્વિટ એકાઉન્ટ પર ‘નમસ્તે ટ્રમ્પ’ સ્લોગન સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.
કેમ છો, ટ્રમ્પ’ નહીં હવે ‘નમસ્તે ટ્રમ્પ’ થીમ પર કાર્યક્રમ, AMCએ નવા પોસ્ટર ટ્વિટ કર્યાં was originally published on News4gujarati