અત્યાર સુધી 5 દેશના વડાએ મુલાકાત લીધી
ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેનાર પ્રમથ અમરિકન પ્રમુખ બનશે. આ પહેલા બિલ ક્લિન્ટન ગાંધી આશ્રમ આવ્યા હતા, પરંતુ તે સમયે તેઓ પ્રમુખના હોદ્દા પર નહોંતા. ટ્રમ્પ આશરે 15 મિનિટ સુધી ગાંધી આશ્રમમાં રોકાશે. ગાંધી સ્મારક સંગ્રહાલયના ડાયરેક્ટર અમૃત મોદીએ કહ્યું કે, ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેનાર પ્રથમ અમરિકન પ્રમુખ બનવાના છે. કેન્દ્રની વિવિધ સલામતી એજન્સીઓ સાથે અમે સંપર્કમાં છીએ. ટ્રમ્પની મુલાકાતના સમય અંગે અનિશ્ચિતતા છે.
અનેક વિદેશી મહેમાન બન્યાં હતા
અત્યાર સુધી સંખ્યાબંધ વિદેશી મહેમાનો ગાંધી આશ્રમના મહેમાન બની ચૂક્યા છે. જેમાં આઠ જેટલા દેશના પ્રમુખ હોદ્દા ઉપર હતા અને તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ અગાઉ યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ જોન ફોર્બ્સ કેરી 11 જાન્યુઆરી, 2015ના રોજ ગાંધી આશ્રમ આવ્યા હતા. આ ઉપરાંત અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન 5 એપ્રિલ, 2001 અને માર્ટિન લ્યુથર કિંગ-3 20 ફેબ્રુઆરી, 2009ના દિવસે અમદાવાદ ગાંધીઆશ્રમની મુલાકાતે આવ્યા હતાં.
પાંચ દેશના વડાએ લીધી મુલાકાત
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પાંચ દેશના વડા અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે. જેમાં સૌ પ્રથમ ચીનના પ્રમુખ શી જિનપિંગ 17 સપ્ટેમ્બર, 2014, જાપાનના વડાપ્રધાન શિન્જો આબે 13 સપ્ટેમ્બર, 2017, ઈઝરાયેલના પ્રમુખ બેન્જામિન નેત્યાનહુ 17 જાન્યુઆરી, 2018, કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રૂડો 19 ફેબ્રુઆરી, 2018 અને સેશેલ્સના પ્રમુખ ડેની ફોરે 23 જૂન, 2018ના રોજ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
ગાંધી આશ્રમની મુલાકાત લેનારા ટ્રમ્પ પ્રથમ અમેરિકી પ્રમુખ બનશે was originally published on News4gujarati