તસવીરોમાં જામનગરના સરમત અને સિક્કા જેટી તેમજ દરિયાઇ જીવસૃષ્ટી વિસ્તારનો સમાવેશ

જામનગર: ગૂગલે અવકાશ પરથી લીધેલી, વિશ્વના અતિ આકર્ષક એવા નવા એક હજાર જેટલા લેન્ડસ્કેપની વિહંગમ તસવીરો જારી કરી છે. નવા એક હજાર દ્રશ્યો સાથે પૃથ્વી પરના આવા લેન્ડસ્કેપની તસવીરોની સંખ્યા 2500 જેટલી છે. ગૂગલે અવકાશમાંથી લીધેલા પૃથ્વીના સુંદર ફોટોઝને વોલપેપરમાં ઉમેર્યા છે. એક હજાર જેટલા નવા લેન્ડસ્કેપમાં જામનગર નજીક આવેલ સરમત અને સિક્કા જેટી તેમજ જામનગરની દરિયાઇ જીવસૃષ્ટી વિસ્તારનો સમાવેશ થાય છે.

હાલારની યશ કલગીમાં વધુ એક પીછુ ઉમેરાયું

જામનગર નજીક આવેલ સિક્કાના ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય કંપનીમાં રોજગારી અને માછીમારી સાથે જોડાયેલ છે. ગૂગલના બ્લોગ પોસ્ટ મુજબ, છેલ્લા દાયકાથી એન્ડ્રોઇડ યુઝર્સે વોલપેપરને ક્રોમકોસ્ટ અને ગૂગલ હોમના સ્ક્રીનશોર્ટ તરીકે ઉપયોગ કર્યો છે. રાજ્યના અન્ય જિલ્લાની સાથે જામનગર જિલ્લાની પણ ત્રણ આહલાદક હેન્ડસ્કેપ તસવીર જાહેર કરતા હાલારની યશ કલગીમાં વધુ એક પીછુ ઉમેરાયું છે. ઉલ્લેખનીય છે કે, ગૂગલે લીધેલી તસવીરમાં કચ્છ, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાની 10થી વધારે આહલાદક લેન્ડસ્કેપ તસવીરો જારી કરાઇ છે.

ગૂગલે અવકાશ પરથી તસવીર લીધી, વિશ્વના અતિ આકર્ષક નવા 1 હજાર લેન્ડસ્કેપમાં જામનગરના 3 સ્થળોને સ્થાન was originally published on News4gujarati