• પરિવાર વતન યુપી ભત્રિજીના લગ્નમાં ગયાને પાછળથી ચોરી થઈ
  • 13 કીલો ચાંદીની પાટ અને બે કિલો ચાંદીના સિક્કાની ચોરી થઈ

પાંડેસરા-ભેસ્તાન વિસ્તારમાં આવેલા સુંદર નગરના બંધ ફ્લેટને તસ્કરોએ નીશાન બનાવ્યો હતો. તસ્કરોએ ફ્લેટમાંથી 13 કિલો ચાંદીની લગડીઓ અને બે કિલો ચાંદીના સિક્કાની ચોરી કરી હતી. આ અંગે મકાનમાલિકે જણાવ્યું હતું કે દીકરીના લગ્નમાં દહેજ આપવા માટે આ ચાંદી એકઠું કર્યું હતું. હાલ પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગેસ કટરથી તિજોરી કાપી

પાંડેસરા ભેસ્તાન સુંદર નગર ફ્લેટ નંબર ઈ-105માં રહેતા પ્રમોદસીંગ રામઆજ્ઞાસીંગ રાજપૂત(ઉ.વ.આ.44) મૂળ ગામ ઈસરોલી,જિલ્લો દેવરીયા ઉત્તરપ્રદેશના મકાનમાં ગત તારીખ પેલી ફેબ્રુારીથી 10 ફેબ્રુઆરી દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનની લોખંડની ગ્રીલને મારેલું તાળું તથા દરવાજાને મારેલું તાળું નકુચા સાથે તોડી નાખી મકાનમાં પ્રવેશ કરી મકાનના કબાટના દરવાજા તથા લોકર તોડી સોના ચાંદીના દાગીના તથા ચાંદીની અલગ અલગ લગડીઓ વજન આશરે 13 કિલો અને બે કિલો ચાંદીના સિક્કાની ચોરી કરી હતી.

પરિવાર ભત્રિજીના લગ્નમાં ગયાને ચોરી થઈ

ઈન્સ્યોરન્સના કામ સાથે સંકળાયેલા પ્રમોદસીંગએ જણાવ્યું હતું કે, તેઓ પેલી ફેબ્રુઆરીના રોજ પરિવાર સાથે વતન જવા નીકળ્યાં હતાં. વતનમાં ભત્રિજીના લગ્ન હતાં 16મી ફેબ્રુઆરીએ ભત્રિજીના લગ્ન હતા જો કે, સુરતના ઘરે ચોરી થઈ હોવાની જાણ તેમને નવમી તારીખે થતાં તેઓ વતનથી સુરત દોડી આવ્યાં હતાં.બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગેસ કટરથી તિજોરી કાપી

પ્રમોદસીંગના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ ગેસ કટરથી તિજોરી કાપી હોવાનું સામે આવી રહ્યું છે. તસ્કરો કોઈ જાણભેદુ હોય તે રીતે શાંતિથી ચોરી કરી હતી. એક સીસીટીવીમાં રિક્ષા અને બાઈક પર તસ્કરો આવતાં હોય તેવી આશંકા છે. જેઓએ રાત્રિના સમયે ચોરી કરી હતી. ચોરી કરીને ઘરનો સામાન પણ વેરવિખેર કરીને નાસી ગયાં હતાં.
દીકરીના લગ્ન માટે ચાંદી એકઠું કર્યું હતું
પ્રમોદસીંગે જણાવ્યું હતું કે, આવતાં વર્ષે દીકરીના લગ્ન નિર્ધાર્યા છે. સમાજની પરંપરા પ્રમાણે દીકરીને દહેજ આપવા માટે 13 કિલો ચાંદી દાગીના અને બે કિલોના ચાંદીના સિક્કા એકઠાં કર્યાં હતાં. જેમ જેમ સગવડતા થતી જતી તે રીતે ચાંદી ખરીદતા હતાં. વર્ષ 2012થી તેઓ ચાંદી ખરીદતા હતા અને એક વર્ષની વાર હતી દીકરીના લગ્ન અગાઉ ત્યાં જ ચોરી થઈ એટલે દીકરીના લગ્ન પણ પોસ્ટપોન્ડ કરવા પડે તેવી સ્થિતી સર્જાઈ છે.

દીકરીના લગ્નમાં દહેજ આપવા માટે ઘરમાં રાખેલી 15 કિલો ચાંદીની ચોરી was originally published on News4gujarati