પડધરીમાં છેલ્લા 10 દિવસમાં 10થી વધુ જગ્યાને તસ્કરોએ નિશાન બનાવી છે

રાજકોટ: પડધરીમાં છેલ્લા 10 દિવસમાં તસ્કરરાજ હોય તેમ 10 ચોરીના બનાવો બન્યા છે. જેમાં એક વિચિત્ર કહી શકાય તેનો બનાવ સામે આવ્યો છે. જેમાં પડધરીના મોવૈયા સર્કલ પાસે આવેલી મોબાઇલ અને કપડાની દુકાનને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું હતું. કપડાની દુકાનમાં ચોરી તો કરી પણ દુકાનની પાછળના ભાગમાં પોતાના જૂના કપડા ઉતારી નવા કપડા પહેરી નાસી ગયા હતા.

પડધરીમાં તસ્કરોએ દુકાનમાં ચોરીની સાથે જૂના કપડા ફેંકી નવા કપડા પહેરી લીધા! was originally published on News4gujarati