પિતાની કમાણીથી પરિવારનું ગુજરાન માંડ માંડ ચાલતુ હતું

વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા કાશિબાનગરમાં રહેતી 19 વર્ષીય યુવતીએ શુક્રવારે મોડી રાત્રે ફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી હતી. યુવતીની સગાઇ થવાની હતી. જેથી પિતા સગાઇનો ખર્ચ કેવી રીતે કરશે તેની તેની ચિંતાથી દીકરીએ અંતિમ પગલુ ભર્યું હતું. માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીના પિતાને હ્રદયની બીમારી હતી
માંજલપુર પોલીસ મથકના એ.એસ.આઇ. પ્રભાતસિંહે જણાવ્યું હતું કે, કાશિબાનગરમાં રહેતી ઝીન્નત મહંમદ શોહેબખાન શેખ(19) ઘરકામ કરતી હતી. આગામી દિવસોમાં તેની સગાઇ થવાની હતી અને યુવતીના પિતાને હ્રદયની બીમારી હતી. ઘરનું ગુજરાન માંડ ચાલતુ હતું. જેથી તેના પિતા પોતાની સગાઇ કરવા માટે નાણાંની વ્યવસ્થા કેવી રીતે કરશે. તેવી સતત ચિંતા ઝીન્નતને સતાવતી હતી.
યુવતીએ રાત્રે એક વાગ્યા બાદ રસોડામાં ફાંસો ખાઇ લીધો
દરમિયાન ઝીન્નત શેખે શુક્રવારે રાત્રે એક વાગ્યા બાદ રસોડામાં ફાંસો ખાઇ લીધો હતો. વહેલી સવારે પરિવારજનોએ ઝીન્નતને ફાંસો ખાધેલી હાલતમાં જોતા સ્તબ્ધ થઇ ગયા હતા. આ બનાવ બનતા નગરના લોકો પણ દોડી આવ્યા હતા. પિતાની આર્થિક સ્થિતીને જોઇ જિંદગી ટુંકાવી લેનાર ઝીન્નતે વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે માંજલપુર પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

પિતા સગાઇના ખર્ચ કેવી રીતે કરશે તેની ચિંતામાં યુવતીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો was originally published on News4gujarati