- ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ
- 8 પ્રવાસી પાસે 380ની ટિકિટના 420 રૂપિયા લેવામાં આવ્યા હતા
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટિકિટ કૌભાંડ ઝડપાયું હતું. 8 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 16 ફેબ્રુઆરી 2020ના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટની એક ટ્રાવેલ્સ એજન્સી દ્વારા 8 પ્રાવસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પીએસઆઈ કે.કે. પાઠકે ટિકિટ કૌભાંડ ઝડપી પાડ્યું
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં છેતરપિંડી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે 8 પ્રવાસી સાથે છેતરપિંડીનો કિસ્સો હાલ સામે આવ્યો છે. 380 વ્યુ ગેલેરીની ટિકિટમાં 420 રૂપિયા કરી 8 પ્રવાસીઓ પાસેથી વધુ પૈસા લેવામાં આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએસઆઈ કે.કે. પાઠકે ટિકિટ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. તપાસ કરતા રાજકોટની એક ટ્રાવેલ્સ એજન્સી દ્વારા પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હાલ કેવડિયા પોલીસ સ્ટેશને ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટિકિટ કૌભાંડ ઝડપાયું, રાજકોટની ટ્રાવેલ્સ એજન્સી દ્વારા છેતરપિંડી કરાઈ was originally published on News4gujarati