• ટ્રમ્પ 24 ફેબ્રુઆરીથી 2 દિવસ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે, રાષ્ટ્રપતિ તરીકે તેમનો આ પ્રથમ ભારત પ્રવાસ
  • ટ્રમ્પની સાથે મીટિંગમાં મુકેશ અંબાણી, સુનીલ ભારતી મિતલ અને આનંદ મહિન્દ્રા સામેલ થાય તેવી શકયતા 

ભારતના પ્રવાસે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને મળશે. ન્યુઝ એજન્સી પીટીઆઈના સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે. તે મુજબ ટ્રમ્પ અને અગ્રણી કંપનીઓના સીઈઓ સાથેની મીટિંગની વ્યવસ્થા દિલ્હીમાં કરવામાં આવી રહી છે. બેઠકમાં મુકેશ અંબાણી, સુનીલ ભારતી મિતલ, એન ચંદ્રશેખરન, આનંદ મહિન્દ્રા, એ એમ નાઈક અને કિરણ મજૂમદાર શો સામેલ થઈ શકે છે. સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અમેરિકાની કંપનીઓના અધિકારીઓ પણ મીટિંગમાં ભાગ લેશે. બંને દેશોની વચ્ચે વ્યાપાર અને કારોબારી સંબંધોને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવા માટે આ બેઠક રાખવામાં આવી છે.

મીટિંગમાં સામેલ થનાર નામો પર વિચાર ચાલુ

પીટીઆઈના રિપોર્ટના જણાવ્યા મુજબ અમેરિકાની એમ્બેસીએ બેઠકમાં સામેલ થનાર લોકોનું લિસ્ટ ટ્રમ્પની ઓફિસની મંજૂરી માટે મોકલ્યું છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી અને અમેરિકા-ભારતની કારોબારી સંસ્થાઓએ ટ્રમ્પની મીટિંગ માટે ભારતીય કારોબારીઓના નામ સૂચવ્યા હતા. તેની પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

માઈક્રોસોફટના સીઈઓ સત્યા નડેલા પણ આ મહિને ભારત આવી રહ્યાં છે

ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવનાર છે. તે અમદાવાદમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં સામેલ થશે. આ દરમિયાન સરદાર પટેલ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. 25 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કાર્યક્રમ છે. બીજી તરફ અમેરિકાની અગ્રણી ટેક કંપની માઈક્રોસોફટના સીઈઓ સત્યા નડેલા પણ આ મહિને ભારત આવી રહ્યાં છે. જોકે કંપનીએ તેમના ભારત પ્રવાસની અધિકારિક માહિતી આપી નથી. જોકે ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ નડેલા 24થી 26 ફેબ્રુઆરી સુધી ભારતમાં રહેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ દિલ્હીમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને મળશે was originally published on News4gujarati