પાંચ ભારતીયોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો, જહાજ પર કુલ લોકોની સંખ્યા 3600

ટોક્યો: જાપાનમાં ફસાયેલી ક્રૂઝ શીપ ડાયમંડ પ્રિન્સેસમાં વધુ 99 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ રીતે હવે જહાજ પર કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા 454 પર પહોંચી છે. આ જહાજ પર ક્રૂ મેમ્બર્સ અને પેસેન્જર્સની કુલ સંખ્યા 3600 છે. જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 1723 લોકોની ચકાસણી કરવામાં આવી છે.

આ વાયરસની ચપેટમાં આવેલા 40 અમેરિકાના નાગરિકોને જાપાનની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચીન બાદ આ ક્રૂઝ પર જ સૌથી વધારે કેસ સામે આવ્યા છે જેમાં હજુ ઘણા લોકોની ચકાસણી બાકી છે. આ ક્રૂઝ પર અત્યાર સુધી પાંચ ભારતીયોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

કોરોનાવાયરસ / જાપાનમાં ફસાયેલી ક્રૂઝ શીપમાં વધુ 99 કેસ સામે આવ્યા, કુલ આંકડો 454 પર પહોંચ્યો was originally published on News4gujarati