- દમણની મુલાકાત વર્ષો બાદ કોઈ રાષ્ટ્રપતિએ લઈ સભાને સંબોધન કર્યું
- રાષ્ટ્રપતિએ સ્વસ્થ રહેવા સ્વચ્છતા સાથે ગાંધીજીના વિચારો વાગોળ્યા
દમણ-દાદરા નગર હવેલી અને દિવના એકિકરણની શુભકામના ગુજરાતી ભાષામાં આપતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રથમ બે મિનિટ ગુજરાતીમાં ભાષણ આપીને ભારત સરકારની યોજનાઓ અને ગાંધીના વિચારો સાથે સ્વસ્થ જીવન માટે સ્વચ્છા જરૂરી હોવાનો સંદેશ આપવાની સાથે સાથે લોકોના જીવન ધોરણ ઉચ્ચ બને તે માટે થતાં કામની નોંધ લીધી હતી.દમણના સ્વામિ વિવેકાનંદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમ બાદની જાહેર સભામાં રાષ્ટ્રપતિએ પ્રથમ બે મિનિટ ગુજરાતી બાદ હિન્દીમાં ભાષણ આપ્યું હતું.
સુરતથી હેલિકોપ્ટર મારફતે દમણ પહોંચ્યા
દિલ્હીથી ખાસ વિમાન મારફતે સુરત આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હેલિકોપ્ટર મારફતે દમણ પહોંચ્યાં હતાં. દમણમાં રાષ્ટ્રપતિને સલામી આપવામાં આવી હતી. સુરક્ષા દળોની સલામી રાષ્ટ્રપતિએ ખુલ્લી જીપમાં ફરીને લીધી હતી. રાષ્ટ્રપતિએ દમણની સભામાં જણાવ્યું હતું કે,વર્ષો બાદ કોઈ રાષ્ટ્રપતિ અહિંની મુલાકાતે આવ્યાં છે. આ પ્રદેશમાં આવીને મને લોકોની સુખાકારી વધારતાં પ્રોજેક્ટને ખુલ્લા મુક્વાનો આનંદ છે.
દમણમાં રાષ્ટ્રપતિના કાર્યક્રમો
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનું 1954માં આઝાદ થયા બાદ 1961ની સાલમાં ભારત ગણરાજ્ય સાથે જોડાણ કરાયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દમણના સ્વામી વિવેકાનંદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જનસભાને સંબોધી હતી.ત્યારબાદ જંપોર ખાતે સી ફ્રન્ટનું લોકાર્પણ સાંજે 4.45 કલાકે કરશે, જ્યારે સાંજે 7 કલાકે સેલવાસ રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ લેવાના છે.
સેલવાસ-દમણમાં સરકારી ઇમારતો સ્મારકો શણગારાયા
સેલવાસ દમણ ગંગા સર્કિટ હાઉસ અને રિવરફ્રન્ટ સાથે દમણ ગંગા નદીના પુલને સુંદર રંગબેરંગી રોશનીઓથી શણગારાયો છે સર્કિટ હાઉસ નજીક એક સુંદર બગીચો ઉભો કરાયો છે. રિવરફ્રન્ટ ખાતે 17 ફેબ્રુઆરીએ રાત્રે 8 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ રખાયો છે .દમણમાં પણ જાહેર માર્ગો,ઐૈતિહાસિક ઇમારતો,ફોર્ટ,નાની-મોટી દમણને જોડતો પુલ વિગેરેને રોશનીથી શણગારવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ માટે આ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
દાનહના એસપી શરદ દરાડે સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, રિવરફ્રન્ટ ખાતે રાષ્ટ્રપતિનો કાર્યક્રમને લઈને આમંત્રિત મહેમાનો માટે અલગ વ્યવસ્થા રખાઇ છે અને જાહેર જનતા માટે રિવરફ્રન્ટના એક હિસ્સામાં બેરીકેટ લગાવી એલઇડી સ્ક્રીન દ્વારા સીધું પ્રસારણ કરાશે. એની સાથે ટ્રાફિકને કંટ્રોલ કરવા પીપરીયા રિંગ રોડથી ડોકમરડી થઇ લાયન્સ સ્કૂલ થઇ સામરવરણી રિંગ રોડનું ડાયવર્ઝન અપાયું છે.
દમણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બે મિનિટ ગુજરાતીમાં ભાષણ આપતાં લોકો અભિભૂત થયાં was originally published on News4gujarati