• નર્મદા વિભાગે તપાસ કરતાં ખેડૂતોની અનધિકૃત પ્રવૃતિ સામે આવી,સમજાવ્યા છતાં ન માનતા કાર્યવાહી
  • માઇનોર કેનાલમાં આડશો,કાણા પાડતાં છેવાડાના  ખેડૂતોને પાણી મળતું ન હતું

હારીજ સબ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી બોરતવાડા ડિસ્ટ્રી તેમજ તેની માઇનોર કેનાલ ખેડૂતો આડાશ ઉભી કરતા છેવાડાના ખેડૂતોને પાણી મળતું ન હોઈ 12 ફેબ્રુઆરીએ અધિકારીઓની ટિમ દ્વારા રાત્રીના સમયે કેનાલની ચકાસણી કરવા જતા બોરતવાડા ગામ નજીક હારીજ માઇનોર કેનાલ 1 પર 10 થી 15 ખેડૂતોના ટોળાએ આડશો ઉભી કરી હોઈ પાણી છેવાડા ના ખેડૂતોને પહોંચતું ન હોવાનું સામે આવ્યું હતું જેથી.
ખેડૂતો દ્વારા કરવામાં આવતી આડશોને કારણે ગામના જ છેવાડાના ખેડૂતોને પાણી ન પહોંચતા સૂત્રો દ્વારા મળેલ તેમજ કેનાલના સર્વે નંબર અને ખાતેદારોના નામના આધારે 15 ખેડૂતો સામે કેનાલને નુકશાન પહોંચાડવા બદલ નામજોગ ફરિયાદ નોંધવા નાયબ કાર્યપાલક ઈજનેર વિજય ચૌધરી દ્વારા હારીજ પોલીસ મથકમાં આડશો અને કાણા પાડવામાં આવ્યા હોવાના પુરાવાના ફોટો સાથે અરજી આપી હતી. આ બાબતે હારીજ પોલીસ દ્વારા અરજી આધારે તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે.
બધા ખેડૂતોને પાણી મળે માટે કાર્યવાહી કરી
નાયબ કાર્યપાલક ઈજનેર વિજય ચૌધરીએ જણાવ્યું કે બોરતવાડા ગામના છેવાડાના ખેડૂતોને પાણી મળે માટે ડિસ્ટ્રીમાંથી માઇનોર કેનાલ કાઢી છે પરંતુ વચ્ચે અમુક ખેડૂતો કેનાલમાં આડશો અને કાણા પાડી દેતા પાણી વેડફાવવાના કારણે આગળ પહોંચતું નહોતું પહેલા તેમને સમજાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ન માનતા બધા ખેડૂતોને પૂરતું પાણી મળે માટે કાર્યવાહી કરી છે
પાણી પૂરતું ન મળતા બધું કરીએ છીએ : ખેડૂતો
ખેડૂત ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું માઇનોર કેનાલમાં ઓછા પ્રેશરથી પાણી છોડતા પૂરતું મળતું નથી જેથી પાણી વગર પાક સુકાતા હોઈ મજબૂરી પાક બચાવવા પૂરતું પાણી મેળવવા અમે પ્રયાસ કરીએ છીએ.પાણીની ચોરી કે કેનાલને નુકશાન પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી અમે કોઈ ચોરી નથી કરતા તેમને જે ફરિયાદ આપીશે તે ખેડૂતો માટે બહુ જ ખોટું કર્યું છે.
રાત્રે 12 થી 3 વાગ્યા સુધી કેનાલની આડશો દૂર કરી કાણાં પૂર્યા
ગામના અનેક ખેડૂતો દ્વારા પાણી ન મળતું હોવાની રજૂઆતના પગલે ટીમ દ્વારા રાત્રે તપાસ કરવા જતા કેનાલમાં કાણા પાડેલા અને આડશો જોવા મળતા ટિમ દ્વારા રાત્રે 12 થી 3 વાગ્યા સુધી મહેનત કરી લીલ,આડશો દૂર કરવા સહિત કેનાલમાં પાડવામાં આવેલ કાણા પુરવામાં આવ્યા હતા.

આ ખેડૂતો સામે ફરિયાદ નોંધવા અરજી આપી
કિરણભાઈ દેસાઈ (લાલબાગ) રહે -તંબોળીયા, ચૌધરી ભારમલભાઈ અમથાભાઈ, ચૌધરી રમેશભાઈ હેમરાજભાઈ, ચૌધરી વાલાભાઇ કરશનભાઇ , ચૌધરી ભેમાભાઇ નાથાભાઈ, ચૌધરી ભરતભાઈ લક્ષ્મણભાઇ, ચૌધરી રામસીભાઇ બીજલભાઈ, ચૌધરી ગોવિંદભાઇ બળવંતભાઈ, ચૌધરી શંકરભાઇ જેમાભાઈ, કુંભાર વજાભાઇ વિસાભાઇ, આનંદ કુમાર વીરાભાઇ ચૌધરી, સંજયભાઈ સેંધાભાઇ ચૌધરી , ચૌધરી રોહિતભાઈ રઘુભાઇ, ચૌધરી – અનીલકુમાર રાયમલભાઈ, રહે.તમામ બોરતવાડા

પાટણ – બોરતવાડા કેનાલમાં આડશો મુકી પાણી લેતાં 15 ખેડૂતો સામે પોલીસમાં અરજી was originally published on News4gujarati