- એક વોટર કમ ફોમ ટેન્કરની કિંમત 66,43,400 છે
- ટેન્કરનું મોનિટર રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત છે
તક્ષશિલા, રઘુવીર માર્કેટ અગ્નિકાંડ બાદ ફાયરની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. શહેરમાં વિવિધ હાઈરાઈઝ ઈમારતો, ટેક્સટાઈલ માર્કટ, ઔદ્યોગીક સંકુલો, પેટ્રોલપંપ, જરીના કારખાનામાં લાગતી ભીષણ આગને ઝડપથી કાબૂમાં લેવા માટે એક સરખું પાણી અને ફોમ માટે 4.65 કરોડની સાત વોટર કમ ફોમ ટેન્કરની ખરીદી કરવામાં આવી છે.
ફાયર વિભાગ વધુ સુવિધા સાથે સજ્જ
સુરત ફાયર વિભાગને ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે ફોમ ફાયટરની લાંબા સમયથી જરૂર હતી. જેથી આગની ઘટનામાં વધુ સારી રીતે કામ કરવા માટે નવી 7 વોટર કમ ફોમ ફાયર ટેન્કરનો ઉમેરો કરવામાં આવ્યો છે. એક વોટર કમ ફોમ ટેન્કરની કિંમત 66.43 લાખ રૂપિયા છે. આ ટેન્કરમાં 5000 લીટર પાણીની ક્ષમતા અને 500 લીટર ફોમની ક્ષમતા ધરાવે છે. સાત વોટર કમ ફોમ ટેન્કરના ઉમેરાથી ફાયર વિભાગ વધુ સુવિધા સાથે સજ્જ થયું છે.
ભીષણ આગ પરથી બોધપાઠ લીધો
સરથાણામાં સર્જાયેલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગ પર ભારે આક્રોશ ફેલાયો હતો. જેથી ફાયર વિભાગ દ્વારા સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન રઘુવીર માર્કેટમાં આગની ઘટનામાં ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભીષણ આગમાં વોટર કમ ફોમ ટેન્કરની જરૂરત પણ ઉભી થઈ હતી. આ બે ઘટનાઓ પરથી બોધપાઠ લઈને ટેબલ લેડર, જમ્પિંગ કુશન સહિતની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે હવે વોટર કમ ફોમ ટેન્કર ખરીદી કરવામાં આવી છે.
વોટર કમ ફોમ ટેન્કરની વિશેષતાઓ
- ટાટા 16 ટુ ઓન ચેચીસ પર બનાવટ કરવામાં આવી છે
- પાણીની ક્ષમતા 5000 લીટર અને ફોમની 500 લીટર છે
- પંપની ક્ષમતા 4000 LPM અને 10 કિલોગ્રામ છે
- મોનિટર રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત છે
- એક વોટર કમ ફોમ ટેન્કરની કિંતમ 66,43,400 છે
- કુલ સાત વોટર કમ ફોમ ટેન્કરની કિંતમ 4.65 કરોડ છે
ફાયર વિભાગની સુવિધામાં વધારો, 4.65 કરોડની 7 વોટર કમ ફોમ ટેન્કર ખરીદી was originally published on News4gujarati