અલ્હાબાદથી મુંબઇના જવાહરલાલ નહેરુ પોર્ટ જતી ગુડ્સ ટ્રેનનાં 11 નંબરના 2 પૈડાં પાટા પરથી ઉતરી ગયા હતા

વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં-1 ઉપર અલ્હાબાદથી મુંબઇ તરફ જઇ રહેલી ગુડ્સ ટ્રેનના કન્ટેનરના 2 પૈડા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને પ્લેટફોર્મ નં-1ના ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું અને ગણતરીના કલાકોમાં કામગીરી હાથ ધરીને પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે જામનગર-સુરત ટ્રેનને 3 નંબરના પ્લેટફોર્મ પર ડાઇવર્ટ કરાઇ હતી.

વડોદરા રેલવે સ્ટેશન પર ગુડ્સ ટ્રેનના કન્ટેનરના 2 પૈડા પાટા પરથી ઉતરી ગયા, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા was originally published on News4gujarati