મધ્ય ગુજરાતમાં એડવેન્ચર સ્પોર્ટસની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ગિરનાર આરોહણ-અવરોહણની સ્પર્ધાની જેમ જ પંચમહાલ જિલ્લામાં પાવાગઢ આરોહણ-અવરોહણની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

પંચમહાલ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલી માર્ચ, 2020ના રોજ પાવાગઢ ખાતે પ્રથમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધા બે વર્ગમાં જુનિયર ભાઈઓ/બહેનો (14થી 18 વર્ષ માટે) તેમજ સિનિયર ભાઈઓ/બહેનો (19થી 35 વર્ષ માટે) યોજવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ગુજરાતના વતની ભાઈઓ/બહેનોએ નિયત નમૂનાનું ફોર્મ મેળવી પ્રવેશપત્ર ભરીને 25/02/2020 સુધીમાં ગોધરાના જિલ્લા સેવાસદન-2 ખાતે આવેલી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે. રાજ્યના અન્ય જિલ્લામાંથી ભાગ લેવા માંગતા સ્પર્ધકો માટે પ્રવેશપત્રનો નમૂનો તથા સ્પર્ધાના નિયમો માટે જે-તે જિલ્લાના રમત-ગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

હાલોલ – ગિરનાર બાદ હવે પાવાગઢમાં પહેલી વખત પહેલી માર્ચે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે was originally published on News4gujarati