• યોગી ચોક ખાતે આવેલા સીટી સેન્ટર કોમ્પલેક્ષની 122 દુકાનોને સીલ
  • રિંગરોડ ખાતે કમલા ટેક્સટાઈલ માર્કેટની 70 જેટલી દુકાનો સીલ કરાઈ

તક્ષશિલા અગ્નિકાંડ અને રઘુવીર માર્કેટમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ દોડતું થયું છે. સુરતમાં ફાયર વિભાગે અપૂરતી ફાયર સુવિધાવાળી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રિંગરોડ ખાતે આવેલી કમલા ટેક્સટાઈલ માર્કેટ અને યોગીચોક ખાતે સીટી સેન્ટર કોમ્પલેક્ષને સીલી મારવામાં આવ્યું છે.

અમિત ફેશન નામની મોલ શોપને સીલ કરાઈ

તક્ષશિલા અગ્નિકાંડે દેશભરમાં ચકચાર જગાવી હતી અને આ ઘટના બાદ આવી ઘટના બીજી વખત ન બને તે માટે ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. સુરતમાં ફાયર વિભાગે સર્વે હાથ ધર્યો છે અને અપૂરતી ફાયર સુવિધાવાળી મિલકતોને નોટીસ આપવામાં આવી રહી છે અને નોટિસની અવગણના થતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં ફાયર વિભાગ દ્વારા રિંગરોડ ખાતે આવેલી કમલા ટેક્સટાઈલ માર્કેટની 70 જેટલી દુકાન, યોગી ચોક ખાતે આવેલા સીટી સેન્ટર કોમ્પલેક્ષની 122 દુકાન અને દિલ્હી ગેટ ખાતે આવેલા અમિત ફેશન નામની મોલ શોપને સીલ કરવામાં આવી છે.

ટોટલ 22,692 દુકાનો સીલ કરાઈ

શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટ સહિતની ઈમારતોમાં આવેલી દુકાનોમાં પણ અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 22,692 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે. સાથે જ ફાયરબ્રિગેડ દ્વારા સર્વે અને સિલિંગની કામગીરી કમિશનર સાહેબના આદેશ મુજબ સતત કરવામાં આવી રહી છે. જ્યાં પણ ફાયર સેફ્ટીની અપૂરતિ સુવિધા સામે આવે ત્યાં નોટિસ ફટકાર્યાના દિવસોમાં કામગીરી ન થાય ત્યાં સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ફાયર સેફ્ટીના અભાવે ફાયર વિભાગે એક શોપિંગ કોમ્પલેક્ષ સહિત ટેક્સટાઇલ માર્કેટ સીલ કરી was originally published on News4gujarati