- પોલીસે અનુયાયી મહિલાના ઘરે પહોંચીને કહ્યું: તમે ચોરીના મોબાઈલમાં સીમ કાર્ડ વાપરો છો
- બગલામુખી મંદિરના પ્રશાંતની ભક્તિ કરનાર દંપત્તિને પોલીસ ચોકીના પગથિયા ચડવાનો વારો આવ્યો
વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ બાદ પ્રશાંત ઉપાધ્યાય દ્વારા મહિલા અનુયાયીના નામના 9 સીમ કાર્ડનો દુરુપયોગ કર્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. પાખંડીની ચાલમાં ફસાઇને પોતાના નામના સીમ કાર્ડ આપનાર ન્યૂ સમા રોડ વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ આ અંગે સમા પોલીસને જાણ કરી છે.
ચોરીના મોબાઇલમાં સીમ કાર્ડ વપરાતુ હોવાની જાણ થતાં શિક્ષિકા ચોંકી ઉઠી
26 જાન્યુઆરી-2020ના રોજ ન્યૂ સમા રોડ પર રહેતી શિક્ષિકાના ઘરે હરણી પોલીસ મથકના અધિકારી સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો. પોલીસે શિક્ષિકાને પુછ્યું કે, તમારો ફોન ક્યાં છે? તમે ચોરીના મોબાઈલમાં સીમ કાર્ડ વાપરો છો. જે ફોન કોઇ વ્યક્તિનો ચોરાઇ ગયેલો છે. જેમાં તમારા નામનું સીમકાર્ડ મળી આવ્યું છે. પોલીસની આ વાત સાંભળતાં જ શિક્ષિકા ચોંકી ઉઠી હતી. કારણકે શિક્ષિકાએ પોતાના નામના 9 સીમ કાર્ડ બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયને આપેલા હતા. જેથી શિક્ષિકાએ આ બનાવ અંગે સમા પોલીસ મથકમાં લેખિત જાણ કરી હતી.
શિક્ષિકાએ પોતાના આધાર કાર્ડ ઉપર 9 સીમ કાર્ડ કઢાવીને પ્રશાંતને આપ્યા હતા
સમા પોલીસ સ્ટેશમાં લેખિતમા જણાવ્યું હતું કે, શિક્ષિકા અને તેમના પતિ વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયના સંપર્કમાં આવ્યા હતા. પાખંડી પ્રશાંતે પોતે ધાર્મિક રીતે જાણકાર હોવાનો અને મીઠ્ઠી મીઠ્ઠી વાતો કરીને આ શિક્ષિત દંપત્તિને માયાજાળમાં ફસાવ્યા હતા. તેમજ ધર્મના નામે તેઓને ગેરમાર્ગે દોરતો હતો. તે સમયે પાખંડી પ્રશાંતે પોતાના ઉપયોગ માટે 9 સીમ કાર્ડની જરૂર હોવાની વાત કહી હતી અને પાખંડી પર વિશ્વાસ રાખીને શિક્ષિકાએ પોતાના આધાર કાર્ડ ઉપર 9 સીમ કાર્ડ કઢાવીને પ્રશાંત ઉપાધ્યાયને આપ્યા હતા.
મારા નામના 9 સીમ કાર્ડનો પ્રશાંતે દુરૂપયોગ કર્યો
સમા પોલીસ સ્ટેશનમાં શિક્ષિકાએ લેખિતમાં જણાવ્યું છે કે, 9 સીમ કાર્ડ મારા નામ પર છે, પરંતુ તેનો દુરૂપયોગ પ્રશાંત ઉપાધ્યાયે કર્યો છે અને આજ દિવસ સુધી કાર્ડનો ક્યાં ક્યાં ઉપયોગ કરાયો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાંત ઉપાધ્યાયની જ છે.
બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયે શિક્ષિકાના નામના 9 સીમ કાર્ડનો દુરુપયોગ કર્યો, મહિલાએ પોલીસને જાણ કરી was originally published on News4gujarati