• બ્રિટીશ સાંસદ ડેબી અબ્રાહમ્સે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાની ટીકા કરી હતી
  • લેબર પાર્ટીના નેતા ડેબીએ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ દેશમાં પ્રવેશની મંજૂરી ન મળી
  • સરકારે કહ્યું- તેમના ઈ-વિઝા અગાઉ જ રદ્દ કરવામાં આવ્યા હતા અને તેની જાણકારી આપવામાં આવી હતી

બ્રિટનની સાંસદ અને લેબર પાર્ટીના નેતા ડેબી અબ્રાહમ્સના ઈ-વિઝા તેની ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલગીરી હોવાને લીધે રદ્દ કરવામાં આવ્યા હતા. સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અબ્રાહમ્સે ગત વર્ષ 7 ઓક્ટોબરના રોજ બિઝનેસ મીટિંગમાં સામેલ થવા માટે ઈ-વિઝા જારી કરવામાં આવ્યા હતા, જે ઓક્ટોબર, 2020 સુધી માન્ય હતો. જોકે, દેશ વિરોધી પ્રવૃત્તિઓની જાણકારી મળ્યા બાદ સરકારે વિઝા રદ્દ કર્યા. દરમિયાન કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ અબ્રાહમ્સ પરની કાર્યવાહીને યોગ્ય ઠરાવ્યા બાદ તેમણે પાકિસ્તાન અને ISIના એજન્ટ ગણાવ્યા હતા. તેઓને ગઈકાલે IGI એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા.

સરકારના સૂત્રોએ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને વિઝા અથવા ઈ-વિઝા આપવા તેને રદ્દ કરવા કે તેની અરજીને રદ્દ કરવા સંબંધિત દેશનો વિશેષાધિકાર હોય છે. ભારતના હિતો સામેની પ્રવૃત્તિઓને જોતા 14મી ફેબ્રુઆરીએ સરકારે તેમના ઈ-બિઝનેસ વિઝા રદ્દ કર્યું હતું.અબ્રાહમ્સને સરકાર તરફથી તેમના વિઝા રદ્દ કર્યા હતા. અબ્રાહમ્સને સરકાર તરફથી તેમના વિઝા રદ્દ કરવા અંગે પણ સૂચના આપી હતી.

ડેબી પાકિસ્તાનની પ્રતિનિધિઃ કોંગ્રેસ

ડેબી અબ્રાહમ્સને એરપોર્ટથી પરત મોકલવાના પગલાને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીને સમર્થન આપ્યું .સિંઘવીએ મંગળવારે ટ્વિટ કર્યું હતું કે ડેબીને ભારત આવે તે અગાઉ અટકાવવામાં આવે તે જરૂરી હતા, કારણ કે તે સાંસદ નહીં પણ પાકિસ્તાનના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. તેમનું જોડાણ પાકિસ્તાન સરકાર અને ISI સાથે છે. ભારતની સ્વાયતતા પર હુમલો કરવાનો પ્રયત્ન નાકામ કરવો જરૂરી હતો.

બ્રિટીશ સાંસદ ડેબી અબ્રાહમનું કલમ-370 મુદ્દે ભારત વિરોધી વલણ હોવાથી દિલ્હી એરપોર્ટ પરથી પરત મોકલવામાં આવ્યા હતા was originally published on News4gujarati