દરેક હોટેલ મેનેજરને તમામ ગેસ્ટનું લિસ્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આદેશ

અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પના રોડ-શોના રૂટમાં આવતી દરેક હોટેલોમાં રોજ પાંચ વખત સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક હોટેલને રોજે ગેસ્ટનું પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આદેશ કરાયો છે. દરેક હોટેલમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના ચેકિંગ સાથે એસઓજી (સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ) , પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી અને ત્યાંથી પસાર થતી પીસીઆર વાન દ્વારા દરરોજ લગભગ 5 વાર ચેકિંગ કરાય છે. દરેક ચેકિંગમાં હોટેલમાં આવનારા ગેસ્ટની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. આ સાથે જ તમામ હોટેલના મેનેજરને સૂચના અપાઇ છે કે સવારે હોટેલના તમામ ગેસ્ટનું લિસ્ટ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે. હોટેલમાં જો કોઇ સંદિગ્ધ માણસ ગેસ્ટ તરીકે હોય તો તેની પણ તપાસ કરાય છે. રોડ શો કે કાફલો પસાર થશે તે રોડ પર કોઇપણ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ સજાગ છે. મોટેરા, સાબરમતી, રાણીપ, સહિતના વિસ્તારોમાં ભાડે મકાન આપ્યા હોય અને પોલીસને જાણ ન કરી હોય તેમને નોટિસ અપાઈ છે.

રોડ શોના રૂટની હોટેલોમાં રોજ 5 વખત પોલીસ ચેકિંગ was originally published on News4gujarati