- ખુલ્લા વેસ્ટેજના પ્લોટમાં આગ હોવાથી કોઈ જાનહાનિ નહીં
- લગભગ 300-400 ટનના કચરાના ઢગલામાં આગ લાગી
સચિન GIDCમાં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ભેસ્તાનની ત્રણ અને સચીનની ત્રણ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા
સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા વેસ્ટેજના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ખુલ્લા વેસ્ટેજના પ્લોટમાં રહેલા લગભગ 300-400 ટનના વેસ્ટેજના ઢગલામાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતા ભેસ્તાનની ત્રણ અને સચીનની ત્રણ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સચિન GIDCમાં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ, 6 ફાયર ફાઈટર ઘટના સ્થળે was originally published on News4gujarati