દરેક શુભ કાર્યોમાં સફળતા મેળવવા માટે વિજયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે

બુધવાર, 19 ફેબ્રુઆરીએ મહા મહિનાની વદ પક્ષની અગિયારસ છે. આ અગિયારસને વિજયા એકાદશી કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ વ્રત કરવાથી બધી જ પરિસ્થિતિઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે. કોઇ શુભ કાર્યમાં સફળતા મેળવવા માંગતા લોકોએ આ વ્રત કરવું જોઇએ. ગણેશજી બુધવારના સ્વામી છે. બુધવાર અને એકાદશીના યોગમાં વિષ્ણુ ભગવાન સાથે જ, ગણેશ પૂજા કરવી જોઇએ. આ એકાદશીએ કયા-કયા શુભ કામ કરી શકાય છે…

સ્કંદપુરાણમાં બધી જ એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છેઃ-
હિંદુ પંચાંદમાં એક મહિનામાં બે એકાદશી એટલે વર્ષમાં 24 એકાદશી આવે છે. જે વર્ષે અધિક મહિનો હોય છે, તે વર્ષમાં 26 એકાદશી આવે છે. બુધવારે વિજયા એકાદશી વ્રત છે. સ્કંદ પુરાણના એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં બધી એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ એકાદશી વ્રતના પુણ્ય ફળથી બધા જ કાર્યોમાં વિજય એટલે સફળતા મેળવવાની શક્તિ મળે છે.

આ વ્રત કરી રીતે કરી શકો છોઃ-
એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી સાથે પૂજન કરવું. અભિષેક કરો. પૂજામાં ફળ-ફૂલ, ગંગાજળ, ધૂપ-દીપ અને પ્રસાદ અર્પણ કરો. આખો દિવસ ભૂખ્યા રહી શકો નહીં તો એક સમયે ફળાહાર કરો. ફળના રસનું સેવન કરી શકો છો. રાત્રે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવો. ભગવાનના મંત્રનો જાપ કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી શકો છો. ભગવાન વિષ્ણુને કેળા અને હલવાનો ભોગ ધરાવો. વિષ્ણુજીને પીળા વસ્ત્ર ચઢાવો. લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો. બીજા દિવસે એટલે બારસ (20 ફેબ્રુઆરી)એ કોઇ બ્રાહ્મણને દાન-દક્ષિણા આપો. ત્યાર બાદ સ્વયં ભોજન ગ્રહણ કરો.

ગણેશજીની પૂજાઃ-
ભગવાન વિષ્ણુની પૂજા પહેલાં પ્રથમ પૂજ્ય ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ 108વાર કરો. ગણેશજીની પૂજા ગજાનંદ સ્વરૂપમાં કરવામાં આવે છે. એટલાં માટે કોઇ હાથીને શેરડી ખવડાવો. ગણેશજી સાથે જ રિદ્ધિ-સિદ્ધિની પણ પૂજા કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

19 ફેબ્રુઆરીએ બુધવાર અને વિજયા એકાદશીનો યોગ, ભગવાન વિષ્ણુ સાથે જ ગણેશજીની પૂજા કરો was originally published on News4gujarati