બુધના અસ્ત થઇ જવાથી અશુભ અસર વધી જશે, ધનહાનિ, વિવાદ અને તણાવની સ્થિતિ વધશે

20 ફેબ્રુઆરીએ બુધ, સૂર્યથી 10 ડિગ્રીએ આવી જશે. જ્યોતિષમાં આ સ્થિતિને અસ્ત માનવામાં આવે છે. જ્યારે બુધ સૂર્યથી 14 ડિગ્રી અથવા તેનાથી ઓછી ડિગ્રીએ રહે છે ત્યારે તે અસ્ત થઇ જાય છે. બુધ 31 જાન્યુઆરીએ રાશિ બદલીને કુંભમાં આવી ગયો હતો. ત્યાર બાદ 17 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી વક્રી થઇ ગયો અને ત્રાંસી ચાલ ચાલી રહ્યો છે. ત્યાર બાદ આ ગ્રહ હવે 20 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી અસ્ત પણ થઇ જશે.

બુધની આવી સ્થિતિની અસર બધી જ 12 રાશિઓ ઉપર પડશે. અસ્ત થવાથી બુધના શુભફળમાં કમી આવશે અને અશુભ અસર પણ વધી જશે. આ પ્રકારે બુધના અશુભ પ્રભાવના કારણે 12માંથી 7 રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. જોબ અને બિઝનેસમાં ધનહાનિ અને તણાવ પણ વધી શકે છે.

20 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી બુધ અસ્ત રહેશે, આર્થિક મામલે 7 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે was originally published on News4gujarati