ગૂગલે ઓક્ટોબર 2019માં પિક્સલ 4 અને પિક્સલ 4 XL સ્માર્ટફોન સાથે પહેલા ટ્રુ વાયરલેસ ઈયરફોન પિક્સલ બડ્સ 2 રજૂ કર્યા હતા. હવે આ વાયરલેસ ઈયરફોનનું વેચાણ શરૂ થવાનું છે. કંપનીએ આ પ્રોડક્ટને થર્ડ પાર્ટી સ્ટોર પર લિસ્ટેડ કરીને પ્રી બુકિંગ શરૂ કરી દીધું છે. તેની કિંમત 179 ડોલર એટલે કે અંદાજે 12,800 રૂપિયા છે. ભારતમાં આનું વેચાણ ક્યારે થશે તેની હજુ કોઈ જાણકારી નથી.

લિસ્ટેડ કરીને અન-લિસ્ટેડ કર્યા
ગૂગલ પિક્સલ બડ્સ 2ને ઈ કોમર્સ વેબસાઈટ B&H ફોટો પર લિસ્ટેડ કરવામાં આવ્યા હતા. તેનો કલર વ્હાઇટ હતો. ત્યાં આ પ્રોડક્ટને પ્રી બુક કરવાનો ઓપ્શન આવતો હતો. જોકે શિપિંગ વિશે કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી ન હતી. હવે આ પ્રોડક્ટને અન લિસ્ટેડ કરી દેવામાં આવી છે.

પિક્સલ બડ્સ 2 એ 2017માં લોન્ચ કરેલ પિક્સલ બડ્સનું અપગ્રેડ વર્ઝન છે. આ બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે. ગૂગલનું કહેવું છે કે આ નવા બડ્સ સિંગલ ચાર્જિંગ પર 5 કલાકનું બેકઅપ આપે છે. તેના કેસની મદદથી તેને 24 કલાક સુધી બેકઅપ મળે છે. આ ઈયર બડ્સ ગૂગલ આસિસ્ટન્ટને સપોર્ટ કરે છે.

ગૂગલ પિક્સલ બડ્સ 2 પ્રી બુકિંગ માટે લિસ્ટેડ થયા, કિંમત અંદાજે 12,800 રૂપિયા was originally published on News4gujarati