• ચાન્સેલર મર્કેલે કહ્યું- ઇસ્લામ વિરોધી નેતા પૂર્વગ્રહના શિકાર
  • 47 લાખ મુસ્લિમો જર્મનીમાં છે, તે કુલ વસતીનો 5.7 ટકા છે

બર્લિન: જર્મનીમાં ડ્રેસડેન શહેરના ફ્રાઉનકિંરચે ચોકમાં મુસ્લિમોના અંગે બે દેખાવો થયા. એક મુસ્લિમોના સમર્થનમાં તો બીજા વિરોધમાં. બંનેમાં હજારો લોકો જોડાયા. દેખાવકારોનું પ્રથમ જૂથ બિનનિવાસીઓનું હતું. આ લોકો મુસ્લિમોના સમર્થનમાં દેખાવો કરી રહ્યા હતા. તેઓ ‘નાઝીઓ માટે રેડ કાર્ડ’નાં સૂત્રો પોકારી રહ્યા હતા. આ દેખાવા ચાલી જ રહ્યા હતા ત્યાં દેખાવકારોનું બીજું જૂથ ત્યાં પહોંચી ગયું પરંતુ પોલીસે તેને અટકાવી દીધું. આ લોકો પેગિંડા સંગઠનના બેનર હેઠળ ફ્રાઉનકિંરચે પહોંચ્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે જર્મનીની સરકાર અપ્રવાસી મુસ્લિમોને દેશમાં વસાવવા ભાર મૂકી રહી છે.

પેગિંડાના નેતા કેથ્રીન ઓરટેલે કહ્યું કે જર્મની ફરી રાજકીય દમણના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. જ્યારે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું કે ઇસ્લામવિરોધી પેગિંડાના નેતા પૂર્વગ્રહના શિકાર છે.
પેગિંડા શું છે?
પેગિંડા જર્મનીમાં દક્ષિણપંથી લોકોનું સંગઠન છે. તેની રચના ઓક્ટોબર 2014માં ડ્રેસડેન શહેરમાં થઇ હતી. પેગિંડાનું પૂરું નામ ‘પેટ્રિયાટિક યુરોપિયન અગેઇન્સ્ટ ધ ઇસ્લામીઝેશન ઓફ ધ વેસ્ટ’ છે. તે યુરોપિયન દેશોમાં મુસ્લિમોનો વિરોધ કરે છે અને પોતાને રાષ્ટ્રવાદી ગણાવે છે.

જર્મનીમાં મુસ્લિમોના સમર્થન, વિરોધમાં એક જ સ્થળે દેખાવો was originally published on News4gujarati