900 વર્ષ જૂના કટાસરાજ મંદિરમાં શિવજીના આંસુઓથી બનેલો 150 ફૂટ લાંબો અને 90 ફૂટ પહોળો કુંડ છે

મહાશિવરાત્રિ પર્વ 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. પાકિસ્તાનમાં મહાશિવરાત્રિ પર્વ માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેના માટે બલૂચિસ્તાનના જૌબમાં 200 વર્ષ જૂના હરિ મંદિરને શુક્રવારે મહાશિવરાત્રિ માટે ખોલવામાં આવશે. ઇસ્લામાબાદમાં પણ હાલમાં જ બનેલાં શિવ મંદિરને શિવભક્તો માટે ખોલવામાં આવી દીધું છે. આ સિવાય પેશાવર, મુઝફરાબાદ, લાહૌરનું કૃષ્ણા અને વાલ્મીકિ મંદિર, રાવલપિંડીના આ જ નામના બે અન્ય મંદિરોમાં પણ મહાશિવરાત્રિ પર્વ ઉજવવામાં આવશે. આ જગ્યાએ મુસ્લિમ સમુદાયના લોકો પણ સામેલ થાય છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના ચકવાલ જિલ્લામાં સ્થિત ભગવાન શિવના કટાસરાજ મંદિરમાં પણ શિવરાત્રિ પર્વ માટે તૈયારી શરૂ થઇ ગઇ છે. ત્યાં જ, ગત વર્ષે પુલવામા હુમલા અને ત્યાર બાદ એર સ્ટ્રાઇક થવાના કારણે શિવરાત્રિએ ભારતથી કોઇપણ શ્રદ્ધાળુ દર્શન કરવા માટે અહીં આવ્યાં નહોતાં. સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ પાકિસ્તાન સરકાર મંદિરને યૂનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં લઇ જવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણે ડિસેમ્બર 2019માં ભારતથી કટાસરાજ મંદિર દર્શન માટે 97 ભારતીય શ્રદ્ધાળુઓ ગયાં હતાં. શિવરાત્રિએ ભારતથી આ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ જાય તેવી સંભાવના છે.

કટાસરાજમાં તૈયારીઓ શરૂઃ-
પાકિસ્તાનના ચકવાલ જિલ્લામાં સ્થિત ભગવાન શિવના કટાસરાજ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વ ઉજવવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. એક્યૂ ટ્રસ્ટ પ્રાપર્ટી બોર્ડના એડિશનલ સેક્રેટરી ફરાઝ અબ્બાસે જણાવ્યું કે, ભારતથી આવતાં હિંદુઓ માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના માટે સરોવર અને તેની આસપાસ સાફ-સફાઈનું કામ શરૂ કરી દેવામાં આવ્યં છે. અહીં અન્ય સ્થાને આવેલાં મંદિરોમાં પણ તેમની સરકાર ખાસ વ્યવસ્થા કરી રહી છે.

કટાસરાજ મંદિર લગભગ 900 વર્ષ જૂનું છેઃ-
લગભગ 900 વર્ષ જૂનું ભગવાન શિવનું કટાસરાજ મંદિર લાહૌરથી 280 કિમી દૂર પહાડો ઉપર બનેલું છે. આ મંદિર પાકિસ્તાનના સિંધ પ્રાંતના ચકવાલ જિલ્લામાં છે. ચકવાલથી લગભગ 40 કિમી દૂર કટસ નામના સ્થાને એક પહાડ ઉપર સ્થિત છે. આ સ્થાન સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે, એટલાં માટે જ હિંદુઓની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. એક માન્યતા પ્રમાણે, દેવી જ્યારે સતી થયાં હતાં ત્યારે ભગવાન શિવની આંખમાંથી જે આંસુ પડ્યાં હતાં તેનાથી અહીં 150 ફૂટ લાંબો અને 90 ફૂટ પહોળો કુંડ બન્યો છે.

પાકિસ્તાનમાં શિવરાત્રિ માટે 200 વર્ષ જૂનું મંદિર ખોલવામાં આવ્યું, કટાસરાજમાં પણ તૈયારીઓ શરૂ થઇ ગઇ was originally published on News4gujarati